તળાજામા ડુંગળીના પાકનુ મબલખ ઉત્પાદન થવાની ધરતીપુત્રોને આશા તળાજા તાલુકાના કંઠાળ વિસ્તાર સહિત પાણી પિયતની સુવિધા વાળા ગામોમાં શિયાળુ ડુંગળી માટેની કાંજી કળીનુ ચોપાણ છેલ્લા બે ત્રણ અઠવાડિયાથી શરૂ થઈ ગયું છે. જેમાં હાલ દિવાળી પહેલા મગફળી સહિતના ચોમાસુ પાક લેવાયા બાદ ખાલી થયેલ જમીનના આ વખતે તળાજા તાલુકાના ખેડૂતોએ ડુંગળીની કળીનું ચોપાણ શરૂ કરી દીધેલ છે. જેમાં હાલ ૫૦ % ચોપાણ પૂર્ણ થયેલ છે અને હજુ પણ નવેમ્બર માસના બીજા ત્રીજા અઠવાડિયા સુધી ચોપાન થશે છે. જેમાં આ વર્ષે તળાજા પંથકમાં ડુંગળીનું મબલખ ઉત્પાદનની ખેડૂતો આશા છે.. ભાવનગર જિલ્લાના ડુંગળીના કુલ વાવેતરમાં મહુવા તળાજાનો હિસ્સો વધારે રહે છે. આ ઉપરાંત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સજીમંડીમાં મહુવા તળાજા લાલ તરીકે જાણીતી થયેલ ડુંગળીની માંગ સતત રહે છે. તેમજ મહુવામાં ડુંગળી આધારિત ડીહાઈડ્રેશન એકમોનો વ્યાપ વધારે છે, મહુવાથી સારી ક્વોલિટીની ડુંગળીની નિકાસ પણ થઈ રહેલ છે. આમાં વર્ષે મહુવા
અને તળાજા તાલુકામાં ડુંગળીનો પુષ્કળ પ્રમાણમાં રોપણ થયું હોવાથી ખેડૂતોને જો વાતાવરણ સારું રહે તો તારા પાકની આશા સેવાઈ રહી છે