શામળાજી કોલેજમાં આંતરરાષ્ટ્રીય સ્વૈચ્છિક સંગઠનો દ્વારા મુલાકાત લઇ એમ.ઓ.યુ થયા

તાજેતરમાં આર્ટ્સ કોલેજ, શામળાજીમાં વિલ્સ ગ્લોબલ ફાઉન્ડેશનમાંથી રતન અગ્રવાલ, ડૉ.શુશીલ ભાટિયા, અરુણ ભાટિયા, પ્રદીપ કપૂર અને જે.વી.એસ ક્રિશ્ના મૂર્તિ તેમજ મગન સંગ્રહાલય સમિતિમાંથી ડો.વિભા ગુપ્તા, સર્જન ફાઉન્ડેશનમાંથી આદિત્ય કુમાર જેવા વૈશ્વિક સ્તરે કામ કરનારા સંગઠનોના પ્રતિનિધિઓએ મુલાકાત લીધી હતી. એમ્બેસેડર પ્રદીપ કપૂર તેમજ તેમનું ડેલિગેશન શામળાજી કોલેજમાં આવી શામળાજી વિસ્તારના સાત ગામડાને સ્માર્ટ વિલેજ તરીકે એડોપ્ટ કરી, તે ગામડાઓ સ્માર્ટ ગામડા બને તેના માટેના સઘન પ્રયત્નો હાથ ધર્યા હતા. આ બધા ગામડાઓને સ્માર્ટ કરવા માટેના પ્રોજેકટ માટેના

મુખ્ય કાર્યાલય તરીકે આર્ટસ કોલેજ, શામળાજીને પસંદ કરવામાં આવી હતી. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. એ. કે પટેલ સાથે વિશેષ ચર્ચા કર્યા બાદ આ ટીમે પસંદ કરેલા ગામડાઓની મુલાકાત લીધી હતી. આવનારા સમયમાં ડિજિટલ લિટરેસી,ઉદ્યોગ સાહસિકતા તેમજ એમ્પ્લોયબીટી સ્કીલ ડેવલોપમેન્ટ જેવા ઘણા બધા ક્ષેત્રોમાં કામ કરી આદિવાસી વિસ્તારના ગામડાઓને સ્માર્ટ કરવાની નેમ લીધી હતી. આ સમગ્ર સંગઠનો ને એક પ્લેટફોર્મ પર લાવી તેમને આ ગામડાઓના વિકાસ માટે કોલેજના પ્રિન્સિપાલ ડૉ એ. કે. પટેલે કોલેજમાંથી જે પણ સુવિધા જોઈએ એ સુવિધા ઉપલબ્ધ કરવાની ખાતરી આપી હતી. સાથે ડિજિટલ લિટરેસી માટે કોલેજની લેબ પણ આપવાની ખાતરી આપી હતી. વધુમાં કોલેજ સાથે આ અંગેના MoU પણ કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત ઉપરોક્ત સંસ્થાઓ આવનાર સમયમાં કોમ્પ્યુટર લેબ ડેવલપ કરશે. આ ક્ષણે મંડળના મંત્રી દિલીપભાઈ કટારાએ પણ સંસ્થાની જ્યાં પણ જરૂર હોય ત્યાં આર્ટસ કોલેજ, શામળાજી પોષક સંસ્થા બનશે એની ખાતરી આપી હતી