આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બન્યા માતા-પિતા: આલિયા ભટ્ટે એક બાળકીને આપ્યો જન્મ

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટના ચાહકો માટે સારા સમાચાર છે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર માતા-પિતા બની ગયા છે. આલિયા ભટ્ટે મુંબઈની HN રિલાયન્સ હોસ્પિટલમાં એક બાળકીને જન્મ આપ્યો છે. આલિયાના બાળપણની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. લોકો કહી રહ્યા છે કે આ કપલની દીકરી પણ આલિયા જેટલી જ ક્યૂટ હશે.14 એપ્રિલના રોજ લગ્ન કરનાર બોલિવૂડ અભિનેત્રી અને અભિનેતા રણબીર કપૂરની પત્ની

 

આલિયા ભટ્ટે આજે એક પુત્રીને જન્મ આપ્યો, દંપતિ પર ચારેય બાજુથી શુભેચ્છાઓનો વરસાદ.બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને અભિનેતા રણબીર કપૂરના ઘરે આજે એટલે કે 6 ઓક્ટોબરના રોજ પુત્રીનો જન્મ થયો છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટનું આ પહેલું સંતાન છે. આલિયા આજે સવારે રણબીર સાથે મુંબઈની એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ પહોંચી હતી. ચાહકોથી લઈને સેલેબ્સ સુધી, આલિયા-રણબીર માતા-પિતા બનવાની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.આલિયા ભટ્ટીનું બેબી શાવર ફંક્શન પણ ઓક્ટોબર મહિનામાં કરવામાં આવ્યું હતું. આ સાથે જ મીડિયામાં સમાચાર આવ્યા હતા કે બાળકનો જન્મ નવેમ્બરના છેલ્લા અથવા ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં થવાનો છે.