પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજભવન, ગાંધીનગર ખાતે મોરબીમાં પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.
વડાપ્રધાનને મોરબીમાં દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત બાદ ચાલી રહેલી બચાવ અને રાહત કામગીરી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. અકસ્માતને લગતા તમામ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વડા પ્રધાને ફરી એકવાર અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ મળે તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો.
આ ઉચ્ચસ્તરીય બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ગુજરાતના મુખ્ય સચિવ અને ડીજીપી, રાજ્યના ગૃહ વિભાગ અને ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી.