એનવાય સિનેમાઝ દ્વારા અમદાવાદમાં પોતાની સૌથી લક્ઝુરિયસ સિનેમા પ્રોપર્ટી લૉન્ચ કરવામાં આવી*
*અજય દેવગણનું સાહસ એનવાય સિનેમાઝ વિશ્વ કક્ષાના સિનેમા અનુભવનું વચન આપે છે*
*અમદાવાદ, 31 ઓક્ટોબર, 2022:* એનવાય સિનેમાઝ, અમદાવાદ શહેરમાં પોતાનું અત્યાર સુધીનું સૌથી શાનદાર સિનેમા ખુલ્લુ મૂક્યુ છે. અજય દેવગણનું સાહસ એવી આ સિનેમા ચેઇન ભારતના હાર્દસમા પ્રદેશમાં વિશ્વ કક્ષાના સિનેમાનો અનુભવ લાવવાનું વચન આપે છે. અમદાવાદમાં ચાંદખેડા ખાતે મોટેરા રોડ સ્થિત આમ્રકુંજ એર્ને ખાતે એનવાય સિનેમાઝની લક્ઝુરિયસ પ્રોપર્ટીના લોન્ચિંગ પ્રસંગે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકારો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
અમદાવાદ ખાતેનું પ્રથમ સિનેમા એનવાય સિનેમા ગુજરાત રાજ્ય માટેની ત્રીજી રજૂઆત છે, જેમાં ભુજ અને સુરેન્દ્રનગર ખાતે સિનેમા પહેલાથી જ કાર્યરત છે. અમદાવાદ ખાતેની રજૂઆત એ ફિલ્મ નિહાળનારાઓ માટે અત્યાધુનિક સુવિધાઓ અને સગવડો સાથેની સૌથી પ્રીમિયમ પ્રોપર્ટી છે. આ મલ્ટિપ્લેક્સ અમદાવાદમાં સૌપ્રથમ ડોલ્બી એટમોસ સ્ક્રીન, મોકટેલ બાર અને લાઈવ કિચન સાથેના સંપૂર્ણ રિક્લાઈન્ડ ઓડિટોરિયમના અનુભવ સહિતની અનેક સુવિધાઓથી સજ્જ છે. આ ઉપરાંત, લક્ઝરી લાઉન્જ સાથે 360 ડિગ્રી ફરતી સેલ્ફી રિંગ અને બૉલીવુડની લાગણીઓ સાથે 40 ફૂટની નિયોન વૉલ એનવાય સિનેમાના દર્શકો માટે આકર્ષણ બની રહેશે.
આ પ્રસંગે *એનવાય સિનેમાઝના સીઈઓ શ્રી રાજીવ શર્મા*એ જણાવ્યું, “અમે આપના માટે ન માત્ર મલ્ટિપ્લેક્સનો અનુભવ લાવી રહ્યાં છે, પરંતુ ફિલ્મી શૈલીમાં લક્ઝરીમાં વીંટળાયેલી મનોરંજનની સમગ્રતાને પણ લાવી રહ્યા છીએ.
એનવાય સિનેમાઝ શ્રી અજય દેવગણ દ્વારા વર્ષ 2017માં સ્થાપિત એક સિનેમા હાઉસ છે, જેનો ઉદ્દેશ “ફોર ધ લવ ઓફ સિનેમા”ની બ્રાન્ડ ફિલોસોફી સાથે ભારતીય સિનેમાના જીવંત વારસાને સમ્માન આપતા સમગ્ર ભારતમાં આંતરરાષ્ટ્રીય સિનેમાનો અનુભવ પ્રદાન કરવાનો છે.
એનવાય સિનેમાઝની અમદાવાદ ખાતેની પ્રીમિયમ પ્રોપર્ટીના લૉન્ચ પ્રસંગે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફેટરનિટીના જાણીતા ચહેરાઓ ઉપસ્થિત રહ્યાં હતા.