ભારતમાં કળા અને કારીગરીની તમામ ચીજવસ્તુઓ માટે અગ્રણી ડેસ્ટિનેશન જયપોરે તાજેતરમાં એનું ફેસ્ટિવ અભિયાન ‘ઉત્સવ’ પ્રસ્તુત કર્યું હતું. આ વિશિષ્ટ અભિયાન સમૃદ્ધ ભારતીય રંગો અને અજરખ જેવી પરંપરાગત કળાઓથી પ્રેરિત સંસ્કૃતિ અને કલાકારીની ઉજવણી છે. અજરખ કચ્છના ખત્રી પરિવારની મહાન પરંપરા છે, જે તહેવારની સિઝન માટે પરફેક્ટ ફિટ છે. જયપોર ઉત્સવ કળા, રંગ અને ઉજવણીને સમર્પિત છે, જે તહેવારની સિઝનને સરળતાપૂર્વક માણવા પરંપરાગત, સાંસ્કૃતિક કારીગરી કળાત્મક ચીજવસ્તુઓનો ખજાનો છે.
બ્રાન્ડનાં ડિજિટલ અભિયાનમાં ગુજરાતમાં ભારતની યુનેસ્કો હેરિટેજ સાઇટ પર શૂટિંગ થયું છે, જેમાં મેઘવાડ મારવાડ સમુદાયના કલાકારોએ ઉત્સવ કલેક્શન દર્શાવ્યું છે, જેઓ કળા પાછળની સાચી તાકાત છે. અભિયાનનો ઉદ્દેશ ઉત્કૃષ્ટ કળાના સમૃદ્ધ વારસા અને પ્રયાસોને પ્રસ્તુત કરવાનો છે.
આ અંગે આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ લિમિટેડના જયપોરના બિઝનેસ હેડ રશ્મિ શુક્લાએ કહ્યું કે, “અમને આપણા દેશના ઉત્કૃષ્ટ અને અજાણ્ય સ્વદેશી કારીગરો કે કલાકારોની સાચી કળાઓ સાથે ‘ઉત્સવ’ અભિયાન પ્રસ્તુત કરવાની ખુશી છે. ગુજરાતમાં ભારતની યુનેસ્કો હેરિટેજ સાઇટ પર સતત અને વાસ્તવિક વાતાવરણમાં આ રોમાંચક ક્ષણો ઝડપી અને માટે કલાકારો સાથે જોડાણ કરીને અમે આ ડિજિટલ અભિયાન પ્રસ્તુત કર્યું છે, જે અમારા ગ્રાહકોને ખુશ કરશે. જયપોર અધિકૃત ભારતીય હસ્તકળાઓનું સંરક્ષણ કરવા, પ્રોત્સાહન આપવા અને સાતત્યતા જાળવવા સતત કાર્યરત છે, જેને પરંપરાઓ અને વારસાઓથી પ્રોત્સાહન મળે છે. અમે અમારા ગ્રાહકો માટે આધુનિક અને પરંપરાગત ચીજવસ્તુઓના સુંદર સમન્વય બનાવવા ભારતીય કલાકારના સમુદાય સાથે કામ કરીએ છીએ.”