ભારતના અગ્રણી ફિનટેક પ્લેટફોર્મ, PhonePe એ તેમની PhonePe ગોલ્ડન ડેઝ કેમ્પેનના ભાગરૂપે, ધનતેરસ 2022 માટે સોનુ અને ચાંદીની ખરીદી પર આકર્ષક ઑફર્સની જાહેરાત કરી છે. PhonePe યૂઝર્સ ધનતેરસની ઑફર્સનો લાભ લઈ શકે છે અને સોના પર ₹2500 અને ચાંદી પર ₹500 સુધીનું કૅશબૅક મેળવી શકે છે.
ધનતેરસ સોનું અને ચાંદી ખરીદવા માટેનો શુભ સમય હોવાથી, PhonePe તેના યૂઝર્સ માટે ઍપ પર ₹1000 કે તેથી વધુની સોનુ અને ચાંદીની ખરીદી માટે આકર્ષક ડિસ્કાઉન્ટ ઑફર કરે છે. જે ગ્રાહકો 26મી સપ્ટેમ્બર અને 26મી ઓક્ટોબર, 2022 વચ્ચે તેમની સોના અથવા ચાંદીની ખરીદી – ડિજિટલ, સિક્કા અથવા લગડી માટે ચુકવણી કરે છે તેઓ કૅશબૅક ઑફર* માટે પાત્ર બને છે.
PhonePe ઍપ પર સોનુ અને ચાંદી ખરીદવાના આ ફાયદા છે:
ઉચ્ચતમ ખાતરીપૂર્વકની શુદ્ધતા : ગ્રાહકો PhonePe પર સૌથી વધુ 99.99% શુદ્ધતાનું 24 કેરેટનું સોનુ અને ચાંદી ખરીદી શકે છે. સોનાના સિક્કાની દરેક ખરીદી સામે શુદ્ધતા પ્રમાણપત્ર આપવામાં આવે છે.
સગવડતા અને ઍક્સેસિબિલિટી: ગ્રાહકો ઉચ્ચ ક્વૉલિટીવાળા સોના અને ચાંદીના સિક્કા અને લગડી માટે ઘરઆંગણે વીમાકૃત ડિલિવરી મેળવવાનું પણ પસંદ કરી શકે છે.
ઈન્શ્યોર્ડ બૅંક ગ્રેડ લોકર્સમાં સંગ્રહ: સંચય માટે ડિજિટલ રીતે ખરીદેલુ 24 કેરેટનું પ્રમાણિત સોનું, ઝીરો મેકિંગ ચાર્જ અને મફતમાં* સ્ટોરેજ અને વીમાકૃત બૅંક ગ્રેડ લોકર્સમાં સંગ્રહિત થાય છે.
PhonePe પર સોનું કેવી રીતે ખરીદવું તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા અહીં છે:
પગલું 1: PhonePe હોમ પેજ પર, નીચેની તરફ wealth/સંપત્તિ આઇકન પર ક્લિક કરો.
પગલું 2: આગળ, તમારી ખરીદીની પસંદગીના આધારે Gold/Silver/સોનુ/ચાંદી આઇકન પર ક્લિક કરો.
પગલું 3: ‘Start Accumulating’/’સંગ્રહ કરવાનું શરૂ કરો’ અથવા ‘Buy More Gold’/’વધુ સોનુ ખરીદો’ પર ક્લિક કરો અથવા.
વૈકલ્પિક રીતે, તમે નીચે આપેલા કોઈપણ સોના/ચાંદીના સિક્કા પર ક્લિક કરી શકો છો, જો તમે ખરીદી કરવા અને તમારા સિક્કાને તમારા ઘર સુધી પહોંચાડવા માંગતા હોવ.
પગલું 4: રકમ દાખલ કરો અને ‘Proceed’/’આગળ વધો’ પર ક્લિક કરો.
પગલું 5: છેલ્લે, ખરીદી પૂર્ણ કરવા માટે ‘Proceed to Pay’/’ચુકવણી કરવા આગળ વધો’ પર ક્લિક કરો.