ઇટાલી સ્થિત માયરી ટેક્નિમોન્ટ ગ્રુપની ભારતીય સબસિડિયરી અને અગ્રણી એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને બાંધકામ કંપની ટેક્નિમોન્ટ પ્રાઇવેટ લિમિટેડ (ટીસીએમપીએલ) દ્વારા મેટલક્રાઉટ કન્સ્ટ્રક્ટર્સ પ્રાઇવેટ લિમિટેડ (એમસીપીએલ) સાથે નવું સંયુક્ત સાહસ ટેક્ની એન્ડ મેટલ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના કરી હોવાની આજે ઘોષણા કરી હતી. ટેક્ની એન્ડ મેટલ પ્રાઇવેટ લિમિટેડ 51 ટકા ટીસીએમપીએલના હિસ્સા સાથે ભારત અને અન્ય ભૂગોળોમાં ભવિષ્યમાં ગ્રુપના પ્રોજેક્ટો માટે કાર્યક્ષમ બાંધકામ સમાધાન પર ધ્યાન કેન્દ્રિત કરશે.
નવું સંયુક્ત સાહસ ટીસીએમપીએલ દ્વારા નિયોજન અને બાંધકામ વ્યવસ્થાપન જાળવણીમાં ઉચ્ચ સ્તરની કાર્યક્ષમતાઓ અને મેકેનિકલ, સિવિલ, બાંધકામથી નિર્માણ અને પૂર્વ-અમલબજાવણી સુધી કોમ્પ્લેક્સ ઇન્ડસ્ટ્રિયલ પ્લાન્ટ્સના અલગ અલગ તબક્કા માટે સ્પેશિયલાઇઝ્ડ પર્સોનેલ પૂરા પાડવામાં એમસીપીએલના દીર્ઘ ટકાઉ અનુભવને જોડે છે.
ઇન્ડિયા ઇપીસી પ્રોજેક્ટ્સના વાઇસ પ્રેસિડેન્ટ, માયર ટેક્નિમોન્ટ ગ્રુપના મિલિંદ બરીડેએ, જણાવ્યું હતું કે,” અમે ભારતમાં માયરી ટેક્નિમોન્ટ ગ્રુપની ઔદ્યોગિક પહોંચને વિસ્તારવાનું ચાલુ રાખ્યું છે ત્યારે ટીસીએમપીએલ બાંધકામ અને યાંત્રિક કામો પર જ કેન્દ્રિત મજબૂત ઇન-હાઉસ ડિવિઝન વિકસાવે અને પોષે તે મહત્ત્વપૂર્ણ છે. અમે ઉત્તમ પર્યાવરણીય રીતે પરફોર્મિંગ પ્રોડક્ટો અને પ્રક્રિયાઓની ખાતરી રાખવા માટે કટિબદ્ધ છીએ અને અમારું નવું સંયુક્ત સાહસ ટેક્ની એન્ડ મેટલ પ્રાઇવેટ લિમિટેડ ભારતીય ઇપીસી ક્ષેત્રમાં દાખલારૂપ આગેવાન બનવાની અમને વધુ એક પગલું નજીક લઈ જાય છે.
આ ભાગીદારીના અવસરે બોલતાં એમપીસીએલના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ભાસ્કરન. થુલસીધરને જણાવ્યું હતું કે, “આ જોડાણ અસરકારક વ્યૂહરચના બનાવવા સાથે બાંધકામ ક્ષેત્રમાં અનુભવ અને જ્ઞાનની દ્રષ્ટિએ ટીસીએમપીએલ સાથે સુમેળનું પરિણામ છે. ટીસીએમપીએલ લાંબા સમયથી પોતાનું ઇન-હાઉસ બાંધકામ અને યાંત્રિક સમાધાન ક્ષેત્ર ધરાવવા માગે છે ત્યારે આ વ્યૂહાત્મક જોડાણ આત્મનિર્ભરતા અને કાર્યક્ષમ બાંધકામ પ્રોજેક્ટની અમલબજાવણીની ખાતરી પણ રાખે છે.