પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને 7મો મહિલા એશિયા કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ટ્વીટના જવાબમાં વડાપ્રધાને કહ્યું;
“અમારી મહિલા ક્રિકેટ ટીમે તેમની દૃઢતા અને દક્ષતાથી અમને ગૌરવ અપાવ્યું છે! મહિલા એશિયા કપ જીતવા બદલ ટીમને અભિનંદન. તેઓએ ઉત્તમ કૌશલ્ય અને ટીમ ભાવના પ્રદર્શિત કરી છે. ખેલાડીઓને તેમના આગામી પ્રયાસો માટે શુભેચ્છાઓ.”