કોલસા, ખાણ અને સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોશી અને રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોતની હાજરીમાં કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL) એ આજે જયપુરમાં 1190 મેગાવોટનો સોલર પાવર પ્લાન્ટ લોન્ચ કર્યો. પાવર પ્રોજેક્ટ વિકસાવવા માટે રાજસ્થાન વિદ્યુત ઉત્પદન નિગમ લિમિટેડ (RRVUNL) સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. આ પ્રસંગે બોલતા શ્રી જોશીએ જણાવ્યું હતું કે ભારતમાં આગામી 50 વર્ષ માટે કોલસાનો પૂરતો ભંડાર છે. હવે સ્વચ્છ કોલસાના ઉત્પાદન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને આ દિશામાં પગલાં ભરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે હાલમાં 80 લાખ ટનનો સ્ટોક ઉપલબ્ધ છે અને રાજ્ય સરકારે પરિવહનની અડચણોને દૂર કરવા માટે નવીન ઉકેલો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. શ્રી જોષીએ જણાવ્યું હતું કે કોલસાના પરિવહન માટે હવે રેલ કમ દરિયાઈ માર્ગને પ્રાધાન્ય આપવામાં આવે છે જેથી પરિવહનમાં ઓછો સમય લાગે છે. શ્રી જોષીએ જણાવ્યું હતું કે તમામ રાજ્યોમાં વીજળીની સમસ્યાના નિરાકરણ માટે પગલાં લેવામાં આવી રહ્યા છે અને તમામ રાજ્યોમાં વિજળીની જરૂરિયાતને પૂર્ણ કરીને વિકાસની સાથે સાથે ન્યુ ઈન્ડિયા માટે વડાપ્રધાનના વિઝનને સાકાર કરવામાં આવશે.
શ્રી પ્રમોદ અગ્રવાલ, ચેરમેન, CIL અને શ્રી રાજેશ કુમાર શર્મા, CMD, RRVUN એ પ્રસ્તાવિત પ્રોજેક્ટ માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. તેને રાજસ્થાનના આગામી સોલાર પાર્કમાં સ્થાપિત કરવામાં આવશે. તેને નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયના અલ્ટ્રા મેગા રિન્યુએબલ એનર્જી પાવર પાર્ક હેઠળ મંજૂરી આપવામાં આવી છે. આનાથી CILના સ્વચ્છ કોલસા ઉર્જા માટેના તેના વૈવિધ્યસભર કાર્યક્રમના ભાગરૂપે સૌર ઉર્જા ઉત્પાદન પ્રયાસોને વેગ મળશે. આ પ્રોજેક્ટ તબક્કાવાર શરૂ થશે અને સ્વચ્છ વીજળી આપવા ઉપરાંત રાજ્યમાં રોજગારીનું સર્જન થવાની પણ શક્યતા છે.
આ પ્રસંગે રાજસ્થાન સરકારના પાવર રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી ભંવરસિંહ ભાટી, કોલસા મંત્રાલયના સચિવ, ભારત સરકારના ડૉ. એ.કે. જૈન અને રાજસ્થાન સરકારના મુખ્ય સચિવ શ્રીમતી ઉષા શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.