પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના નાસિકમાં એક દુ:ખદ બસ દુર્ઘટનામાં થયેલા જીવ ગુમાવવા બદલ શોક વ્યક્ત કર્યો છે. પીએમએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની પણ શુભેચ્છા પાઠવી હતી.
વડાપ્રધાને બસ દુર્ઘટનાનો ભોગ બનેલા દરેકના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા અને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી દરેક ઘાયલ વ્યક્તિને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત પણ કરી છે.
વડાપ્રધાન કાર્યાલયે ટ્વિટ કર્યું;
“નાસિકમાં બસ દુર્ઘટનાથી દુઃખી છું. આ અકસ્માતમાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમની સાથે મારી સંવેદના છે. ઈજાગ્રસ્તો વહેલામાં વહેલી તકે સાજા થાય. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે. : PM નરેન્દ્ર મોદી
“નાસિકમાં બસ આગ દુર્ઘટનામાં મૃતકોના દરેક નજીકના સગાને PMNRF તરફથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: PM નરેન્દ્ર મોદી”