ભારતમાં પેસેન્જર કારની અગ્રણી ઉત્પાદક હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમીટેડએ આજે ભારતમાં તેના 25 સફળ વર્ષની ઉજવણીઓનો પ્રારંભ કર્યો હતો. હોન્ડા સિટીએ ભારતમાં 1998માં તેની યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને હવે તે તેની પાંચમી જનરેશન (પેઢી) અવતારમાં છે, જે ભારતીય ટોમોટીવ ઇતિહાસમાં લાંબા સમયથી ચાલતા મેઇનસ્ટ્રીમ મોડેલ તરીકે બની રહી છે. હોન્ડા સિટી સિદ્ધિ હાંસલ કરનારાઓ માટે અત્યંત મહત્ત્વાકાંક્ષીય બ્રાન્ડ છે અને ગ્રાહકોમાં ભારે બ્રાન્ડ વિશ્વસનીયતા ધરાવે છે. બ્રાન્ડ હોન્ડાની સમાનાર્થી એવી સિટી કંપનીની શરૂઆતથી જ એચસીઆઇએલ માટે બિઝનેસનો અગત્યનો સ્તંભ રહી છે, અને તેણે સંચિત રીતે ભારતમાં 9 લાખથી વધુ ગ્રાહકોને ગર્વ અને આનંદ પૂરો પાડ્યો છે. ભારત હોન્ડા સિટી સેડાન માટે સૌથી મોટુ અને અગત્યનું માર્કેટ છે, જે હાલમાં હોન્ડાના એશિયા રિજ્યન (જાન્યુ.-ઓગસ્ટ 22)માં કાર વેચાણમાં 28%થી વધુ હિસ્સો ધરાવે છે. 2050 સુધીમાં કાર્બન ન્યૂટ્રાલિટી અને ઝીરો કોલીઝન ફેટલિટીઝ હાંસલ કરવા માટે હોન્ડાના વૈશ્વિક સ્વપ્નની સાથે એચસીઆઇએલએ 2022માં હોન્ડા સિટી e:HEV લોન્ચ કરી છે, જે હોન્ડાની ભારતમાં સર્ટીફિકેશન યાત્રાના પ્રારંભને ચિન્હીત કરે છે.
ભારતમાં હોન્ડા સિટી દ્વારા હંસલ કરાયેલ સિદ્ધિ વિશે બોલતા હોન્ડા કાર્સ ઇન્ડિયા લમીટેડના પ્રેસિડન્ટ અને સીઇઓ શ્રી ટાકુયા સુમુરા (Takuya Tsumura)એ જણાવ્યું હતુ કે, “ભારતમાં આ વર્ષ હોન્ડા બ્રાન્ડ માટે એક સીમાચિહ્ન વર્ષ છે. અમારું અત્યંત સફળ મોડેલ હોન્ડા સિટી ભારતમાં અત્યંત લોકપ્રિય કાર બ્રાન્ડઝમાં સ્થાન ધરાવે છે. મોડેલ 25 વર્ષના યુવાન બને છે ત્યારે જેમણે અમને વર્ષો ટેકો આપ્યો છે તેવા દરેક ગ્રાહકો તરફ આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ અને દરેકને અમારી આગળની યાત્રામાં સતત રહેવાનું આમંત્રણ આપીએ છીએ. હોન્ડા સિટીની સિલ્વર જ્યુબિલી ઉજવણીનું ભારતભરના 242 શહેરોના 330 સવલતોના ડીલર નેટવર્કમાં આયોજન કરવામાં આવી રહ્યુ છે અને અમારા ગ્રાહકો અને હોન્ડા સિટીના ચાહકોને સામેલ કરવાની તક ઝડપીએ છીએ. આ ખાસ સિદ્ધિની આસપાસની સંદેશાવ્યવહારની કેમ્પેનને પણ ડિજીટલ અને સોશિયલ માધ્યમો મારફતે પણ આગળ ધપાવવામાં આવશે.” “વધુમાં 5મી જનરેશન સિટીને 2020માં લોન્ચ કરી હતી તદુપરાંત મજબૂત હાઇબ્રિડ ઇલેક્ટ્રિક ટેકનોલોજી સાથે ભારતના સૌપ્રથમ મેઇનસ્ટ્રીમ મોડેલ તરીકે e:HEVને પણ ચાલુ વર્ષે લોન્ચ કરી છે. આ મોડેલ આગળ જતા હોન્ડાના ઇલેક્ટ્રિફાઇડ વ્હિકલ યોજનાઓમાં અગત્યની ભૂમિકા ભજવશે,” એમ તેમણે ઉમેર્યુ હતુ.
હોન્ડા સિટીને એશિયન મોડલ તરીકે વિકસાવવામાં આવી હતી, જે વૈશ્વિક બ્રાન્ડ બની હતી અને હવે તે 80 દેશોમાં વેચાય છે. સિટી સિરીઝનું સંચિત વેચાણ હાલમાં વૈશ્વિક સ્તરે 4.5 મિલિયન યુનિટ્સ છે. સિટીની મજબૂત લોકપ્રિયતા છેલ્લા કેટલાક દાયકાઓમાં હોન્ડા એન્જિનિયરોના અગ્રણી કાર્યનો પુરાવો છે, કારણ કે હોન્ડા સિટીની દરેક પેઢીએ ગ્રાહકોની વિકસતી જરૂરિયાતો અને આકાંક્ષાઓ અનુસાર ડિઝાઇન, ટેક્નોલોજી, કામગીરી, સલામતી, જગ્યામાં નવા માપદંડો સ્થાપિત કર્યા છે. અને આરામ.
દરેક હોન્ડાને વિગતવાર, ડિઝાઇનમાં નવીનતા અને અજોડ એન્જિનિયરિંગ પર ચોક્કસ ધ્યાન આપીને બનાવવામાં આવી છે, જે હોન્ડાને વિશ્વભરની સૌથી પ્રશંસનીય, પ્રતિષઠિત અને લોકપ્રિય ઓટોમોબાઇલ બ્રાન્ડ્સમાંની એક બનાવે છે. હોન્ડા સિટી સમાન વારસો ધરાવે છે અને તે ફન ટુ ડ્રાઇવ, કમ્ફર્ટ, સ્ટેબિલિટી, અપ્રતિમ પ્રદર્શન અને દરેક હોન્ડા ઓટોમોબાઇલની ઓળખ સમાન સલામતી ટેક્નોલોજીનો ઉત્તમ સંયોજન પ્રદાન કરે છે.
ડિઝાઇન, ટેક્નોલોજી, સલામતી અને આરામની દ્રષ્ટિએ તેની પાંચ અદ્યતન પેઢીઓ આગળ વધી રહી છે, હોન્ડા સિટીએ 25 વર્ષથી ભારતીય ઓટોમોબાઇલ ઉદ્યોગમાં પોતાનું નામ બનાવ્યું છે. 1998માં હોન્ડા સિટીની શરૂઆત થઈ ત્યારથી જ આકાંક્ષીઓ અને ઉત્સાહીઓએ તેની પ્રશંસા કરી છે.