પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મૈસુર દશેરા ઉત્સવના દ્રશ્યો શેર કર્યા છે અને તેમની સંસ્કૃતિ અને વારસાને સુંદર રીતે જાળવવા માટે મૈસૂરના લોકોની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રીએ 2022 યોગ દિવસના અવસર પર મૈસુરની તેમની સૌથી તાજેતરની મુલાકાતની યાદો વિશે વાત કરી.
એક નાગરિકના ટ્વીટને ટાંકીને વડાપ્રધાને ટ્વીટમાં કહ્યું;
“મૈસુર દશેરા અદભૂત છે. હું મૈસુરના લોકોને તેમની સંસ્કૃતિ અને વારસાને આટલી સુંદર રીતે સાચવવા બદલ બિરદાવું છું. તાજેતરમાં 2022 યોગ દિવસ દરમિયાન મારી મૈસુરની મુલાકાતની મારી યાદો છે.”