આ નવરાત્રિમાં મિર્ચી રોક એન્ડ ઢોલ સૌથી સારા ગરબા અને બોલિવૂડ શો બન્યો છે. નવ દિવસીય ગરબાનો ઉત્સવ જેની અમદાવાદીઓ છેલ્લા બે વર્ષથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. અહીં તમે મૂડ, વાઇબ અને હાઈપ સંપૂર્ણપણે અનુભવશો. મિર્ચી રોક એન્ડ ઢોલ વિશે વધુ ખાસ વાતએ છે કે અહીં નવરાત્રિના નવે નવ દિવસ 9 અલગ-અલગ કલાકારો/બેન્ડ પરફોર્મ કરે છે. આ સાથે અનેક સેલેબ્સ પોતાની હાજરીથી ગરબાની આ ઈવેન્ટને વધુ મજેદાર બનાવી રહ્યા છે.
મિર્ચી રોક એન્ડ ઢોલની ગઈ કાલની રાત ખાસ હતી કારણે કે ડાન્સ ક્વીન માધુરી દીક્ષિતની હાજરીએ અમદાવાદીઓનો ઉત્સાહ વધાર્યો હતો. તેમની સાથે એમેઝોન પ્રાઈમ પર પોતાની આગામી ફિલ્મ મઝા મા (Maja Ma)ના સાથી કલાકારો ઋત્વિક ભૌમિક, સૃષ્ટિ શ્રીવાસ્તવ અને બરખા સિંહે પણ હાજરી આપી હતી. માધુરી અને ફિલ્મની સ્ટાર કાસ્ટની એક ઝલક મેળવવા માટે હજારો લોકો કાર્યક્રમ સ્થળ પર ઉમટી પડ્યા હતા. ફિલ્મ મઝા મા ની ટીમે પણ ગરબાની ધૂન પર ડાન્સ કર્યો હતો. જેને જોઈને ખેલૈયાઓમાં એટલો ઉત્સાહ હતો કે સમગ્ર ગ્રાઉન્ડ પર અનુભવાતો હતો. માધુરીએ એક ખાસ મુલાકાત અને અભિવાદન સેશન દરમિયાન મિર્ચીના આરજે અને કેટલાક ભાગ્યશાળી ચાહકો સાથે પણ વાતચીત કરી હતી.
ENIL મિર્ચીના બિઝનેસ ડાયરેક્ટર નિમિત તિવારીએ કહ્યું કે, ‘મિર્ચી હંમેશા આવી ઈવેન્ટનું આયોજન કરવામાં આગળ રહ્યું છે જે પોતાની રીતે જ એક શૉસ્ટોપર છે! બોલિવૂડ હોય કે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ મિર્ચી રોક એન્ડ ઢોલ હંમેશા સૌથી પ્રીમિયમ અને સ્ટાર-સ્ટડેડ ઈવેન્ટ રહી છે. રાજ્યભરમાં મિર્ચીની ઉપસ્થિતિને કારણે અમારી બ્રાન્ડ લોકો સાથે જોડાવાનું ચાલુ રાખે છે અને વિવિધ ઓફર સાથે સ્થાનિક દર્શકોનું મનોરંજન કરવાનો પ્રયાસ કરે છે.’
રેડિયો ઉપરાંત મિર્ચીએ પોતાની નવીન ડિજિટલ કંટેન્ટ એપ મિર્ચી પ્લસને એક ડિજિટલ-ફર્સ્ટ બ્રાડના રૂપમાં ફેરફાર કર્યો છે. એપમાં ભારતના સૌથી ખ્યાતનામ અભિનેતાઓ અને અભિનેત્રીઓ દ્વારા બનાવાયેલા કોન્ટેન્ટ, પોડકાસ્ટ અને ઈન્ટરવ્યૂ ઉપલબ્ધ છે. મિર્ચી સાથે માધુરીનો એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂ પણ ટુંક સમયમાં એપ પર ઉપલબ્ધ થશે. જો તમને એવું લાગી રહ્યું છે કે તમે ગરબાની મજા ચૂકી ગયા છો તો તમે તમારા મિર્ચી રોક એન્ડ ઢોલ પાસ મેળવવા માટે અહીં એક સંકેત આપવામાં આવ્યો છે.