PMએ જાણીતા હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવના નિધન પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

 

વડાપ્રધાને ટ્વિટ કર્યું;

“રાજુ શ્રીવાસ્તવે અમારા જીવનને હાસ્ય, રમૂજ અને હકારાત્મકતાથી પ્રકાશિત કર્યું. તે ખૂબ જ જલ્દી અમને છોડીને ચાલ્યા ગયા, પરંતુ તે વર્ષોથી તેમના તેજસ્વી કાર્યને કારણે અસંખ્ય લોકોના હૃદયમાં રહેશે. તેમના મૃત્યુથી દુઃખી. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”