યુનિયન બેંક ઓફ ઇન્ડિયાએ આજે ઉદ્યોગમાં સૌપ્રથમ, ખેડૂત-કેન્દ્રિત કિસાન ક્રેડિટ કાર્ડના સંપૂર્ણ ડિજિટલાઇઝેશનની જાહેરાત કરી હતી, જે મુખ્ય ડિજિટલ પરિવર્તન પ્રોજેક્ટ ‘સંભવ’નો ભાગ છે. આ પ્રોડક્ટનો ઉદ્દેશ કેસીસી ધિરાણ પ્રક્રિયાનું ડિજટલાઇઝેશન કરવાનો છે, જેથી આ પ્રક્રિયા વધારે કાર્યદક્ષ બને અને ખેડૂતોને અનુકૂળ બને.
કિસાન ક્રેડિટ કાર્ડ એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)ના માર્ગદર્શન હેઠળ રિઝર્વ બેંક ઇનોવેશન હબ (આરબીઆઇએચ) સાથે જોડાણમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની એક ફિનટેક પહેલ છે, જેનો ઉદ્દેશ ખેડૂતોના પડકારોનું સમાધાન કરવાનો છે, જેમ કે બેંકની શાખાની પ્રત્યક્ષ મુલાકાત, જમીનની માલિકીની રજૂઆત અને અન્ય ડોક્યુમેન્ટ તથા કેસીસી મેળવવામાં વધારે ટર્ન-એરાઉન્ડ ટાઇમ.
મધ્યપ્રદેશના હારડા જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ પ્રોજેક્ટનો શુભારંભ યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના એમડી અને સીઇઓ સુશ્રી એ મનિમેખલાઈએ કર્યો હતો. આ પ્રસંગે રિઝર્વ બેંક ઇનોવેશન હબ (આરબીઆઈએચ)ના ચીફ પ્રોડક્ટ મેનેજર શ્રી રાકેશ રંજન અને યુનિયન બેંકની સીનિયર મેનેજમેન્ટ ટીમની સાથે હારડા જિલ્લાના 400થી વધારે ખેડૂતો ઉપસ્થિત હતાં. આ કાર્યક્રમમાં હારડા જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ શ્રી રિષિ ગર્ગ તેમની ટીમ સાથે હાજર હતાં. પાયલોટ પ્રોજેક્ટમાંથી પ્રાપ્ત અનુભવોને આધારે મધ્યપ્રદેશના અન્ય જિલ્લાઓમાં અને પછી તબક્કાવાર સમગ્ર દેશમાં કેસીસી ધિરાણનું ડિજિટલાઇઝેશન વધારવાની યોજના છે.
આ કાર્યક્રમમાં સુશ્રી એ મનિમેખલાઈએ ગ્રામીણ ધિરાણમાં પરિવર્તન તરીકે કેસીસીનું ડિજિટલાઇઝેશનના મહત્વ વિશે વાત કરી હતી. તેમણે મોબાઇલ હેન્ડસેટ દ્વારા સીધી સફરની શરૂઆત સાથે કેસીસીના ડિજિટલાઇઝેશનના ફાયદા વિશે ટૂંકમાં જાણકારી આપી હતી. આમાં ખેડૂતોની શાખાની મુલાકાત લેવાની જરૂર નથી. કોઈ ડોક્યુમેન્ટ રજૂ કરવાની જરૂર નથી. ખેતરનું વેરિફિકેશન ઓનલાઇન થશે. ટર્ન એરાઉન્ડ ટાઇમ (ટીએટી) ઘટશે, કારણ કે સંપૂર્ણ મંજૂરી અ વિતરણની પ્રક્રિયા ગણતરીના એકથી બે કલાકોમાં પૂર્ણ થશે.