બારડોલી: બારડોલીમાં વિશ્વકર્મા જન્મ જયંતિ ની ભારે શ્રદ્ધા અને ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. બારડોલી વસતા બિહારી સમાજના લોકોએ બારડોલીના આશાપુરી માતા મંદિર ખાતે કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
હિન્દુ ધર્મના પ્રાચીન ગ્રંથ વેદ પુરાણમાં દર્શાવાયેલા વર્ણન મુજબ દેવ અને દાનવ વચ્ચે યોજાયેલ સમુદ્ર મંથન ના સમયગાળા દરમિયાન બ્રહ્માજીના સાતમા બ્રહ્મપુત્ર તરીકે અવતાર ધારણ કરતા અને સૃષ્ટિના પ્રથમ આર્કિટેક્ટ તરીકે પૂજાતા ભગવાન શ્રી વિશ્વકર્માની જન્મ જયંતીની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન અને હવન વિધિ સાથે બારડોલીના આશાપુરી માતા મંદિર મુકામે બારડોલીમાં નિવાસ કરતા બિહારી સમાજના પરિવારો દ્વારા ભારે ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ઉજવણી કરતા કન્યા સંક્રાંતિ યોગમાં વિવિધ ફેક્ટરીઓ અને ઔધોગિક એકમોમાં કામ કરતા અને બારડોલીમાં વસવાટ કરતા બહુધા બિહારી સમાજના પરિવારોએ સમાજના અગ્રણી વિજય રમાકાંત શર્મા તથા પંકજ શર્મા ના નિસ્વાર્થ આયોજન સાથે ધામધૂમ પૂર્વક ઉજવણી કરી આજરોજ તેઓના આરાધ્ય દેવ ભગવાન વિશ્વકર્માની પ્રતિમાનુ અબીલ ગુલાલની છોળો વચ્ચે યાત્રા કાઢી બારડોલી ને અડીને આવેલા અસ્તાન ગામના તળાવમાં વિસર્જન કર્યું હતું.