ભરૂચ શહેરમાં નવરાત્રીમાં ગરબા રૂપી માટલીઓની સજાવટ કરવા કુંભારો કામે લાગ્યા..
માટીમાંથી તૈયાર થતી માટલીઓને શણગાર કરી ગરબા રૂપી નવરાત્રીમાં સ્થાપના કરી ૯ દિવસ પૂજા અર્ચના કરવાનો મહિમા.
કોરોનાના બે વર્ષ બાદ ઉત્સવો ઉજવવાની મંજૂરી મળતા નવરાત્રીમાં માટીની માટલીઓ તૈયાર કરતાં કુંભારોના ચહેરા ઉપર રોનક.
કોરોનામાં અનેક તહેવારો અને ઉત્સવોને સંક્રમણનું ગ્રહણ લાગ્યું હતું જેના પગલે સીઝન મુજબ વ્યવસાય કરનારાઓની રોજગારી છીનવાઈ ગઈ હતી કોરોનાનું ગ્રહણ ટળી જવાના કારણે હવે ઉત્સવો અને તહેવારો મનાવવામાં આવી રહ્યા છે ત્યારે નવરાત્રિમાં નવ દિવસ સુધી ગરબા રૂપી સ્થાપન કરાતા માટીની માટલી શણગાર કરવા સાથે કુંભારો પણ ગરબા રૂપી માછલીઓની તૈયારીમાં જોતરાઈ ગયા છે અને નવરાત્રી ઉત્સવમાં ગ્રાહકોને આકર્ષીત કરી શકે તેવી ગરબા રૂપી માટલીઓ તૈયાર કરવામાં મગ્ન બન્યા છે
ભરૂચ જિલ્લામાં શ્રીજી ઉત્સવ બનાવ્યા બાદ હવે આસો નવરાત્રિના વધામણા લેવા માટે ખેલૈયાઓ અને ભક્તોમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે કોરોનામાં બે વરસ આસો નવરાત્રીને પણ સંક્રમણનું ગ્રહણ લાગ્યું હતું પરંતુ કોરોના સંક્રમણનું સંકટ ટળી જતા હવે તહેવારો અને ઉત્સવો સોળેકળાએ ખીલી ઉઠ્યા છે આસો નવરાત્રી મનાવવા માટે આયોજકો ઉત્સુક છે ત્યારે માતાજીની આરાધના કરવામાં ભક્તો પણ લીન બનતા હોય છે ત્યારે આસો નવરાત્રીમાં માતાજીના ગરબા તરીકે માટીની માટલી અને તે પણ રંગ રોગાન સાથે શણગાર સાથે સ્થાપના કરતા હોય છે અને આ માટલી કુંભારો સ્પેશિયલ તૈયાર કરતા હોય છે ભરૂચના વેજલપુર કુંભારવાડમાં રહેતા મહેશભાઈ પ્રજાપતિ આસો નવરાત્રિમાં ગરબા રૂપે સ્થાપિત કરાતી માટીની માટલીઓને તૈયાર કરી રહ્યા છે
માં જગદંબાની આરાધના કરવા માટે આસો નવરાત્રીમાં ગરબા રૂપી શણગાર કરેલી માટલી નું સ્થાપન કરી દસ દિવસ તેની પૂજા અર્ચના કરવામાં આવે છે અને આ માટલીઓ તૈયાર કરવા માટે કુંભાર નું આખું પરિવાર કામે લાગ્તુ હોય છે આવા જ ભરૂચમાં વસતા કુંભાર પરિવાર આસો નવરાત્રીની તૈયારીને લઇ ભક્તોને આકર્ષીત કરી શકે તેવી અવનવી માટલીઓને આખરી ઓપ આપી રહ્યા છે જેના પગલે ભરૂચમાં આસો નવરાત્રીમાં ગરબા તરીકે સ્થાપિત કરતા ગરબા રૂપી માટલીનું ખૂબ વેચાણ પણ થઈ રહ્યું છે અને સાથે કેટલાય ભક્તો શણગાર વગરની માટીની માટલીને લઇ ગરબારૂપી આસો નવરાત્રિમાં સ્થાપન કરતા હોવાનું પણ કુંભારો જણાવી રહ્યા છે
એ બાબત એ પણ છે કે ભરૂચ શહેરમાં બે વર્ષથી કોરોનાના ગ્રહણથી તહેવારો અને ઉત્સવો ફીકા પડ્યા હતા પરંતુ કોરોના સંક્રમણનું સંકટ ટળી જતા તહેવારો અને ઉત્સવો ઉજવાઈ રહ્યા છે ત્યારે આસો નવરાત્રીને લઇ કુંભારો ગરબારૂપી અવનવી માટલીઓને આખરી ઓપ આપી રહ્યા છે.