પાકિસ્તાનને હરાવનાર શ્રીલંકન ટીમનો ફેન બન્યો ગંભીર, મેદાન પર લહેરાવ્યો ધ્વજ

એશિયા કપ 2022ની ફાઇનલમાં પાકિસ્તાનનો 23 રને પરાજય થયો હતો. પહેલા ખરાબ ફિલ્ડિંગે પાકિસ્તાનની હાલત ખરાબ કરી નાખી હતી, પછી બેટ્સમેનોનો ફ્લોપ શો ચાલુ રહ્યો હતો. શ્રીલંકાએ આખી ટૂર્નામેન્ટમાં જે રીતે સારી રમત બતાવી, તેનાથી દરેક કોઇ આ ટીમનું ફેન બની ગયુ છે. ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે શ્રીલંકાની જીતની ઉજવણી કરી હતી.

 

જ્યારે પાકિસ્તાન અને શ્રીલંકાની મેચ ખતમ થઇ, ત્યારે શ્રીલંકન ખેલાડી મેદાનમાં જ ઉજવણી કરવા લાગ્યા હતા. મોટી સંખ્યામાં શ્રીલંકન ફેન્સ પણ સ્ટેડિયમમાં હતા અને સ્ટેન્ડથી જ ઉજવણીમાં સામેલ થયા હતા. આ દરમિયાન આ ટૂર્નામેન્ટમાં કોમેન્ટ્રી કરી રહેલા ગૌતમ ગંભીર પણ ત્યા જોવા મળ્યો હતો, જેને શ્રીલંકન ફેન્સ સામે શ્રીલંકાનો ધ્વજ લહેરાવ્યો હતો.

 

ગૌતમ ગંભીરના આ રિએક્શનને જોઇને શ્રીલંકાના ફેન્સ ખુશ થયા હતા અને સતત ગૌતમ ગંભીર સાથે ઉજવણી કરી હતી. શ્રીલંકાએ શરૂઆતની મેચ ગુમાવ્યા બાદ પુરી ટૂર્નામેન્ટમાં જોરદાર વાપસી કરી હતી, તેને ભારત અને પાકિસ્તાનને સુપર-4 સ્ટેજમાં હરાવ્યુ હતુ તે બાદ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યુ હતુ.

 

શ્રીલંકાની ટીમ ગત કેટલાક સમયથી બદલાવમાંથી પસાર થઇ રહી છે અને એક બે વર્ષથી એક નવી ટીમ તૈયાર કરવામાં આવી રહી છે. એવામાં હવે શ્રીલંકાની મહેનતના પરિણામ જોવા મળ્યા છે. શ્રીલંકા આ વર્ષે રમાનાર ટી-20 વર્લ્ડકપ માટે હજુ ક્વોલિફાઇ કરી શકી નથી પરંતુ અહી તે એશિયા કપની ચેમ્પિયન બની ગઇ છે.

એશિયા કપ 2022માં શ્રીલંકા પાકિસ્તાનને 23 રને હરાવીને ચેમ્પિયન બની ગયુ છે. શ્રીલંકાએ છઠ્ઠી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. શ્રીલંકાએ આ પહેલા 1986,1997, 2004, 2008 અને 2014માં એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને શ્રીલંકાને 6 વિકેટે 170 રનનો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં પાકિસ્તાનની ટીમ નિર્ધારીત 20 ઓવરમાં 147 રન જ બનાવી શકી હતી.