ભારત- અફઘાનિસ્તાન મેચ પહેલા એક દુર્ઘટના સામે આવી છે. દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમના ગેટ પર આગ લાગવાની ઘટના બની હતી અને આગ લાગતા અફરા તફરી પણ મચી ગઇ હતી. ગેટ પાસેની બિલ્ડિંગમાં આગ લાગતા સ્ટેડિયમ ધૂમાડાથી ભરાઇ ગયું હતું.સ્ટેડિયમ માં હજાર પ્રેક્ષકોનો જીવ પણ એક વખતના માટે અધ્ધર થઈ ગયો હતો.sport journalist વિક્રાંત ગુપ્તાએ આ વીડિયોને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર પણ કર્યો છે.ગઈ કાલે રમાયેલ પાકિસ્તાન – અફઘાનિસ્તાન ની મેચમાં પણ સ્ટેડિયમમાં પ્રેક્ષકો અંદરો અંદર મારપીટ કરી રહ્યા હતા અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.પાકિસ્તાન રોમાંચિત મેચમાં છેલ્લી ઓવરમાં જીતીને ભારતને ફાઇનલ માં પહોંચવા માટેનો એક માત્ર રસ્તો પણ બન્ધ કરી દીધો હતો.પાકિસ્તાનની જીત સાથે ભારત એશિયા કપ માંથી બહાર થઈ ગયું છે અને આજે અફઘાનિસ્તાન સામે ઓપચારિક મુકાબલો રમશે.બન્ને ટિમ એશિયા કપમાંથી બહાર થઈ ગયા છે. આજે બન્ને ટિમ ઔપચારીક મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે.બન્ને ટિમો બીજા ફેઝમાં એક પણ મેચ નથી જીત્યા.આજની મેચ માટે ઇન્ડિયા ફેવરિટ ગણવામાં આવી રહ્યું છે પણ ગઈ કાલની મેચ જોતા અફઘાનિસ્તાનને હલકામાં લેવું ન જોઈએ.