ભારતમાં પ્રિમીયમ કારની ઉત્પાદક હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમીટેડ (એચસીઆઇએલ)એ તેની લોકપ્રિય ફેમિલી સેડાન હોન્ડા અમેઝએ 2013માં સૌપ્રથમ વખત રજૂ કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં 5 લાખ યુનિટનું સંચિત વેચાણ કર્યુ હોવાની ઘોષણા કરી છે. આ કાર હાલમાં તેની બીજા જનરેશન વર્શનમાં છે જે ભારતના એન્ટ્રી સેડાન સેગમેન્ટમાં મજબૂત સ્થિતિ ધરાવે છે અને અંગત ગ્રાહકોમાં પસંદગીનો બ્રાંડ દરજ્જો ધરાવે છે. એમેઝ હાલમાં એસીઆઇએલ માટે સૌથી વધુ વેચાણ ધરાવતુ મોડેલ છે જે કંપનીના વેચાણમાં 40% હિસ્સો ધરાવે છે. ફક્ત ભારતને જ ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી પ્રોડક્ટ હોવાથી હોન્ડાના રાજસ્થાન સ્થિત ટાપુકારા પ્લાન્ટમાંથી ઘરેલુ અને વિવિધ દેશોના નિકાસ બજારોમાં વેચાણ થાય છે.
“વન ક્લાસ એબોવ સેડાન” તરીકે વિકસાવવામાં અને ડિઝાઇન કરાયેલ આ કાર તેની બોલ્ડ ડિઝાઇન, ઉત્કૃષ્ઠ ડ્રાઇવીંગ પર્ફોમન્સ, એડવાન્સ્ડ ફીચર્સ અને સેફ્ટી ટેકનોલોજીસ સાથે હોન્ડા અમેઝએ યુવા અને મહત્ત્વાકાંક્ષીય ગ્રાહકોના મજબૂત ગ્રાહક વર્ગનું સર્જન કર્યુ છે.
આ પ્રસંગે બોલતા હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમીટેડના પ્રેસિડન્ટ અને સીઇઓ શ્રી ટાકુયા સુમુરાએ જણાવ્યું હતુ કે, “હોન્ડા અમેઝના 5 લાખ વેચાણની સિદ્ધિ મેળવવી તે અમારા માટે ગર્વની ક્ષણ છે. ગ્રાહકોએ અમારી બ્રાન્ડ પ્રત્યે જે પ્રેમ અને સ્વીકાર્યતા દર્શાવી છે અને જે ભાગીદારોએ અમને સતત ટેકો આપ્યો છે તેનો અમે આભાર માનીએ છીએ. હોન્ડા અમેઝ એ ભારતમાં અમારુ વ્યૂહાત્મક એન્ટ્રી મોડેલ છે અને અમારા બિઝનેસનો મહત્વનો સ્તંભ છે. તેની મોટા અને નાના શહેરોમાં એમ બન્નેમાં લોકપ્રિયતા અને સ્વીકાર્યતા એ બાબતનું પ્રમાણ છે કે પ્રિમીયમ સેડાન ફક્ત ગ્રાહકોની જરૂરિયાતને જ સંતોષતી નથી પરંતુ તેમની આશાઓથી આગળ નીકળી જાય છે.” તેમણે વધુમાં ઉમેર્યુ હતુ કે “અદ્યતન ટેકનોલોજી, ક્લાસ-ડિફાઇનીંગ પ્રોડક્ટ્સ સાથે ઉત્કૃષ્ટ આરામ, સુરક્ષા અને મનની શાંતિ પૂરી પાડવાના અમારા પ્રયત્નો રહેશે. અમેઝની સફળતા બજાર અને અમારા ગ્રાહકો પરત્વેનું પ્રતિબિંબ છે.”
હોન્ડા અમેઝ એ સમકાલીન સેડાન છે જેની બોલ્ડ ડિઝાઇન, સુંદર અને મોકળાશવાળું ઇન્ટેરિયર્સ, અપવાદરૂપ ડ્રાઇવીંગ પર્ફોમન્સ, અદ્યતન ફીચર્સ અને સેફ્ટી ટેકનલોજી ધ્યાન ખેંચે છે. પેટ્રોલમાં 1.2L i-VTEC એન્જિનમાં મેન્યુઅલ અને ડીઝલમાં 1.5L i-DTEC એન્જિન એમ ટ્રાન્સમિશન અને CVT એમ બન્નેમાં ઉપલબ્ધ હોન્ડા અમેઝ હોન્ડાની શ્રેષ્ઠ પાવરટ્રેઇન્સને અપનાવે છે જેથી પર્ફોમન્સ અને ફ્યૂલ ઇકોનોમિનું યોગ્ય સંતુલન જાળવી શકાય.
દરેક બજારોમાં મજબૂત લોકપ્રિયતા
હોન્ડા અમેઝએ દરેક બજારોમાં મજબૂત હાજરી અને સ્વીકાર્યતાનું સર્જન કર્યુ છે. આ મોડેલના હાલના વેચાણમાં ટિયર 1 માર્કેટનું 40% અ ટિયર 2 અને 3 બન્નેનો સંયુક્ત હિસ્સો 60%ની આસપાસ છે.
યુવાનો અને મહત્વાકાંક્ષીય ગ્રાહકો
હોન્ડા અમેઝ હોન્ડાની લાઇન-અપમાં એન્ટ્રી મોડલ છે. હાલમાં, તેના લગભગ 40% ગ્રાહકો પ્રથમ વખત ખરીદનાર છે કારણ કે અમેઝ એ પ્રીમિયમ સેડાનનો દરજ્જો આપતી પ્રથમ કાર તરીકે શ્રેષ્ઠ પસંદગી છે અને હોન્ડાની પ્રખ્યાત ટકાઉપણું, ગુણવત્તા, વિશ્વસનીયતા, જાળવણીની ઓછી કિંમત અને 3 વર્ષ અમર્યાદિત કિમીની વોરંટી સાથે માનસિક શાંતિ આપે છે.
ઓટોમેટિક્સનો વધતો હિસ્સો
ગ્રાહકોમાં ઓટોમેટિક ટ્રાન્સમિશન મોડલ્સની વધતી જતી લોકપ્રિયતા સાથે, અમેઝમાં ઓટોમેટિક્સનો હિસ્સો પણ 2013માં પ્રારંભિક પરિચય સમયે 9%થી વધીને હાલમાં 30%થી વધુ થયો છે.
ફ્યૂઅલ મિક્સ ટ્રેન્ડ
છેલ્લા થોડા વર્ષોમાં પેટ્રોલ તરફેના બજારના ઝૂકાવ સાથે હોન્ડા અમેઝના પેટ્રોલ વેરિયાંટ્સ પણ દેશભમાં એકંદરે અમેઝના વેચાણમાં પ્રુભુત્વ ધરાવે છે.
પેટ્રોલ
ડીઝલ
2022-23 (એપ્રિલ-ઓગસ્ટ’22)
93%
7%
2018-19 (2જી જનરેશન અમેઝનું લોચ વર્ષ)
72%
28%
2013-14(1લી જનરેશન અમેઝનું લોચ વર્ષ )
33%
67%