સંપૂર્ણ વેરહાઉસિંગ, 3 પીએલ સોલ્યુશન્સ અને સંપૂર્ણ ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ પ્રોવાઇડર વી-ટ્રાન્સ (ઇન્ડિયા) લિમિટેડની કંપની વી-લોજીસે કેમસ્ટોર નામની અત્યાધુનિક ટેકનોલોજી સાથે એની આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાની જાહેરાત કરી છે. કેમસ્ટોર સુપર-સ્પેશ્યલાઇઝ કેમિકલ સ્ટોરેજ સોલ્યુશન છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે સલામતીના શ્રેષ્ઠ ધારાધોરણો પ્રદાન કરે છે. આ વૈશ્વિક સ્તરની સુવિધા દેશમાં ટોચના ગોદામોમાં સામેલ છે, જે નેશનલ બિલ્ડિંગ કોડ (એનબીસી) 2016 અને નેશનલ ફાયર પ્રોટેક્શન એસોસિએશન (એનએફપીએ) સાથે સંપૂર્ણપણે સુસંગત છે. આ સુવિધા વિવિધ પ્રકારના નુકસાનકારક વર્ગોના જુદાં જુદાં રસાયણોનો સંગ્રહ કરવા માટે કડક સુસંગતતા સાથે અદ્યતન માળખું ધરાવે છે. નીતિનિયમો મુજબ, આ સુવિધા હાઇવે, રહેણાક, સ્કૂલ અને એન-3 મન્કોજી-ભિવંડી ખાતે નદી પાસે વ્યૂહાત્મક રીતે સ્થિત છે. આ સુવિધા કુલ 2,18,.350 ચોરસ ફીટ એરિયા ધરાવે છે, જે સર્વોચ્ચ સલામતીના પગલાં સાથે કિંમતી નુકસાનકારક રસાયણોનો સંગ્રહ કરવા સજ્જ છે. અમે 12 કિલોમીટરના અંતર પર સુવિધા ખાતે કટોકટીની સેવાઓ માટે વેદ હોસ્પિટલ સાથે જોડાણ કર્યું છે. ફાયર સ્ટેશન કેમ સ્ટોરથી 20 કિલોમીટરના અંતરે સ્થિત છે.
રસાયણ ઉદ્યોગ સુવિધાજનક અને સુરક્ષિત રીતે તમામ પ્રકારના નુકસાનકારક રસાયણોનો સંગ્રહ કરવા નીતિનિયમોના ઊંચા ધારાધોરણો સાથે સજ્જ છે. સુવિધા સામગ્રીનો મહત્તમ સંગ્રહ કરવા વ્યવસ્થિત ગોઠવણમાં હેવી-ડ્યુટી રેકિંગ સિસ્ટમ સાથે છાજલીઓ ધરાવે છે. વેરહાઉસનું માળખું કેન્દ્રમાં 46 ફીટની ઊંચાઈની ડિઝાઇન ધરાવે છે, જે જગ્યાનો અસરકારક રીતે ઉપયોગ કરે છે. વેરહાઉસ કે ગોદામની સાઇડની દિવાલો કુદરતી હવાઉજાસના પ્રવાહ માટે વેન્ટિલેશન સાથે કુશળતાપૂર્વક ઇન્સ્યુલેટેડ છે. વેરહાઉસ આંતરિક તાપમાન જાળવવા અને હવાની અવરજવરની સુવિધા માટે સેન્ટ્રલ રુફ મોનિટરિંગ સિસ્ટમ સાથે પણ સજ્જ છે. આ સુવિધા આગને રોકાવા અને અન્ય વાહનની અવરજવર માટે તમામ ચારે બાજુએ વિશાળ સુલભતા ધરાવે છે. આ સુવિધા તમામ પ્રકારના હવામાનમાં સરળ કામગીરી માટે બંને બાજુએ 26 ફીટની જગ્યા અને 26 ફીટ પહોળું છાપરું ધરાવે છે. વળી આ સુવિધા ઉત્કૃષ્ટ ફોર્કલિફ્ટ, બેટરી-સંચાલિત ફોર્કલિફ્ટ, બેટરી-સંચાલિત પેલેટ ટ્રક અને હાઇડ્રોલિક પેલેટ ટ્રક સાથે સરળ અને ઓટોમેટિક ડોક-ટૂ-રેક મૂવમેન્ટ ધરાવે છે.
ગોદામમાંથી નિકાલ દરમિયાન ઢોળાવા કે લીકેજથી પ્રદૂષણ ટાળવા 4 લાખ લિટરની ટાંકી સાથે અલગથી એક ખાડો છે, જેમાં નિકાલ દરમિયાન ઢોળાયેલા રસાયણોનો સંગ્રહ થાય. ગોદામમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપિત કર્યો છે, જે તેને સલામત રીતે નિકાલ, કૃષિલક્ષી ઉપયોગ કે શૌચાલયોમાં ઘરગથ્થું ઉપયોગ માટે ફિટ બનાવે છે. આ કુદરતી દબાણનો ઉપયોગ કરવા અલગ પમ્પ રુમ ધરાવે છે અને બેકઅપ મોટર સાથે પાણીનો પુરવઠો પ્રદાન કરે છે. આ એવી સિસ્ટમ ધરાવે છે, જે આગ લાગવાના આંતરિક અને બાહ્ય દબાણ સામે રક્ષણ આપવા પાણીનો ફુવારો પ્રદાન કરે છે તથા મોટી ખુલ્લી જગ્યામાં સુરક્ષા આપે છે. રાસાયણિક ઉત્પાદનોના સંગ્રહનો વિચાર કરીને સાઇટ ચોતરફ ડ્રેન્ચર સાથે સજ્જ છે. સ્ટોર સલામતીના શક્ય શ્રેષ્ઠ ધારાધોરણો માટે VESDA (વેરી અર્લી સ્મોક ડિટેક્શન એપાર્ટ્સ) સિસ્ટમ સાથે સજ્જ છે.
વી-લોજીસ વિવિધ પ્રકારના રસાયણોના સંગ્રહના નીતિનિયમોનું પાલન અસાધારણ રીતે જટિલ બની શકશે અને સલામતીની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. રૂમનું તાપમાન અને અન્ય રસાયણો સાથે સક્ષમતા જેવા સંગ્રહની તમામ જરૂરિયાતો પૂર્ણ કરવા ઉપરાંત સામગ્રીઓનું સંચાલન ઉચિત તાલીમ અને નિરીક્ષણ તથા કટોકટીમાં સજ્જતાના અભાવે વ્યક્તિઓ માટે પડકારજનક બની શકે છે. આ તમામ અને અન્ય ઘણા માપદંડોની દ્રષ્ટિએ કેમસ્ટોર અન્ય ગોદામોની સરખામણીમાં વધારે સારી સુવિધાઓ ધરાવે છે અને ઉદ્યોગમાં શ્રેષ્ઠ પૈકીના એક ગણાય છે.
· ગ્રામ પંચાયત પાસેથી NOC (ના-વાંધા પ્રમાણપત્ર)
· ફાયર NOC – મહારાષ્ટ્ર સરકાર
· સારું વિતરણ કરવાની પ્રેક્ટિસની સિસ્ટમનું સર્ટિફિકેટ
· મુંબઈ વેસ્ટ મેનજેમેન્ટ મેમ્બરશિપ સર્ટિફિકેટ
· ISO 9001 2015 સર્ટિફિકેટ
· ISO 14001 2015 સર્ટિફિકેટ
· ISO 45001 2018 સર્ટિફિકેટ
· MPCB RED કેટેગરી લાઇસન્સ
· કારખાનાનું લાઇસન્સ
આ અંગે વી-ટ્રાન્સ (ઇન્ડિયા) લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને વી-લોજીસના સીઈઓ શ્રી રોનક શાહે કહ્યું હતું કે, “અમને આંતરરાષ્ટ્રીય સ્તરે સલામતીના શ્રેષ્ઠ ધારાધોરણો પ્રદાન કરતા સુપર-સ્પેશ્યલાઇઝ કેમિકલ સ્ટોરેજ કેમસ્ટોર સાથે અમારી સેવાઓ વધારવાની ખુશી છે. કેમસ્ટોર સાથે અમે આગ, નિકાલની સલામતી અને અન્ય જરૂરી પગલાં માટે નિર્માણ, ડિઝાઇન, ટીએન્ડડી અને શ્રેષ્ઠ પ્રેક્ટિસમાં સલામતીના ધારાધોરણો સાથે રસાયણોના સંગ્રહની સલામતી અને નીતિનિયમોના પાલન માટે માપદંડો સ્થાપિત કર્યા છે. અમારો ઉદ્દેશ રસાયણોનો સલામત અને સ્વચ્છ સંગ્રહ પ્રદાન કરવા કટિબદ્ધતા રહેવાનો તથા અમારા ક્લાયન્ટ્સ અમને તેમના કાર્ગો સુપરત કરે પછી ચિંતામુક્ત રહે એ સુનિશ્ચિત કરવાનો છે. અમે ભવિષ્યમાં રસાયણ ઉદ્યોગમાં વધારે શું આવશે એ માટે આતુર છીએ, જેનાથી અમને સમાજ પ્રત્યે વધારે પ્રદાન કરવા અને નવી સ્થિતિસંજોગો અપનાવવામાં મદદ મળશે.”