ઘણાં બધા લોકોના ઘરોમાં તૂરિયાંનું શાક ખવાતુ હોતુ નથી, જ્યારે ઘણાં લોકોના ઘરમાં તૂરિયાંનું શાક અઠવાડિયામાં એક વાર બનતુ હોય છે. તુરિયાંનું શાક ટેસ્ટી લાગે છે. તૂરિયામાં રહેલા અનેક ગુણો એવા હોય છે જે તમારા સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો પહોંચાડે છે. તૂરિયાનું શાક તમે નાના બાળકોને ખવડાવો છો તો પણ હેલ્થ માટે ગુણકારી સાબિત થાય છે. તો જાણી લો તમે પણ તૂરિયાં સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે.
તમને પથરીની સમસ્યા છે તો તમે તૂરિયાનાં પાન પાણીમાં ધસીને રોજ સવારમાં પીવો. આમ કરવાથી પથરી નિકળી જાય છે અને તમને રાહત મળે છે.
3 થી 4 તૂરિયાં લો અને એને પાણીમાં ઉકાળો. ત્યારબાદ આ પાણીને તમે શરીર પર જ્યાં દુખાવો થાય ત્યાં હળવા હાથે માલિશ કરો. આમ કરવાથી તમને દુખાવા સામે રાહત મળે છે અને સાથે સ્કિન એલર્જી પણ થતી નથી.
તમને શરીરમાં બહુ સોજા આવે છે તો તમે તૂરિયાંને પાણીમાં ઉકાળો અને પછી એમાં કોઇ પણ તેલ મિક્સ કરીને એ જગ્યા પર લગાવો. આમ કરવાથી સોજો ઓછો થઇ જશે અને તમને દુખાવો પણ નહિં થાય.
તમારા વાળ બહુ ખરે છે અને વાળમાં વારંવાર ખોડો પડી જાય છે તો તમે તૂરિયાંના નાના-નાના કટકાં કરી લો અને પછી આ કટકાને તડકામાં નેચરલી રીતે સુકાવા દો. ત્યારબાદ આ તૂરિયાંના ટૂકડામાં નારિયેળ તેલ મિક્સ કરો અને પછી 7 દિવસ સુધી તડકામાં મુકી રાખો. ત્યારબાદ ગેસ પર ગરમ કરવા માટે મુકો અને 10 મિનિટ માટે ધીમા ગેસે થવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી દો અને તેલને ઠંડુ પડવા દો. ત્યારબાદ આ તેલને ગાળી લો અને પછી વાળમાં નાંખવા માટે યુઝ કરો. આ તેલ તમે રેગ્યુલર વાળમાં નાંખો છો તો તમારી વાળને લગતી અનેક સમસ્યાઓ દૂર થાય છે.