યૂએઇમાં રમાઇ રહેલા એશિયા કપમાં ગ્રુપ-એ મેચમાં પાકિસ્તાનની હૉંગકોંગ પર જીતે ભારતીય ક્રિકેટ ફેન્સને પણ ખુશ કરી દીધા છે. આ જીત સાથે જ હવે એશિયા કપના સુપર-4 મુકાબલામાં ફરી એક વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે મહા મુકાબલો રમાશે. બન્ને ટીમ વચ્ચે આ મેચ 4 સપ્ટેમ્બરે રવિવારે રમાશે. આ મુકાબલા પહેલા ભારતીય ટીમની મુશ્કેલી વધી છે. ટીમના ફાસ્ટ બોલર અવેશ ખાન વાયરલ ફીવરની ઝપટમાં આવી ગયો છે.
પાકિસ્તાન વિરૂદ્ધ મેચમાં અવેશ ખાન બહાર થઇ શકે છે
ભારતના યુવા ફાસ્ટ બોલર અવેશ ખાન વાયરલ ફીવરની ઝપટમાં આવી ગયો છે, જેને કારણે તેનું રવિવારે એશિયા કપ સુપર-4માં પાકિસ્તાન વિરૂદ્ધ મેચમાં સામેલ થવુ મુશ્કેલ લાગી રહ્યુ છે. અવેશ ખાન વાયરલ ફીવર થવાને કારણે 2 દિવસથી પોતાના રૂમની બહાર પણ નીકળ્યો નથી.
અવેશ ખાનના હેલ્થ કંડીશનની જાણકારી આપતા બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યુ કે તે રમવાની સ્થિતિમાં નથી. મેડિકલ ટીમ સતત તેની હેલ્થ પર નજર રાખી રહી છે. જો રવિવારે રમાનાર મુકાબલામાં અવેશ ખાન ભારતીય ટીમનો ભાગ નથી હોતો તેનાથી ભારતીય ટીમની મુશ્કેલી વધી જશે. તમને જણાવી દઇએ કે અવેશ ખાને પાકિસ્તાન વિરૂદ્ધ પ્રથમ મેચમાં ફખર જમનને આઉટ કર્યો હતો.
બીજી તરફ પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહનવાઝ દહાની પણ ઇજાને કારણે બહાર થઇ ગયો છે. ભારત અને પાકિસ્તાન બન્ને માટે એક એક ઝટકો લાગ્યો છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે હેડ ટૂ હેડ રેકોર્ડમાં ભારત આગળ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી 10 ટી-20 મેચ રમાઇ છે જેમાંથી 8 વખત ભારતને જીત મળી છે જ્યારે બે મેચ પાકિસ્તાને જીતી છે.
પાકિસ્તાન સામે સંભવિત ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, ભૂવનેશ્વર કુમાર, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ