ભારતીય કિશાન સંધે આવતી કાલથી વિરોધ કરવાની ચિમકી આપી છે. વિવિધ પડતર માંગોને લઈને ભારતીય કિસાન સંઘે સરકારને ચીમકી આપી છે. વીજ બિલ, મીટર વિજ બીલ અને સમાજ વીજ દર મુદ્દે વિરોધ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં હજૂ પણ ચોંકાવનારા કાર્યક્રમો આપવામાં આવશે તેમ કિશાન સંધ તરફથી જણાવાયું હતું.
આવતી કાલથી કિશાન સંઘ દ્વારા તાલુકાવાર કાર્યક્રમો કરવામાં આવશે. કિશાન સંઘ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતા સમસ્યાઓ ઠેરની ઠેર છે. ગામડાઓમાં પણ રેલીઓ અને સભા દ્વારા વિરોધની ચીમકી પણ આપવામાં આવી છે. 25 ઓગ વિરોધ ચાલી રહ્યો છે. ત્યાર ફરી એકવાર આવતી કાલથી વિરોધ કિશાન સંઘ દ્વારા મોટાપાયે નોંધવામાં આવશે.
પ્રદેશ કારોબારીની બેઠક અગાઉ રવિવારે યોજવામાં આવી હતી અને જેમાં પડતર પ્રશ્નોને લઈને ચર્ચા વિચારણા અગાઉ સપ્તાહ કે 10 દિવસ પહેલા જ કરવામાં આવી છે. ગાંધીનગરમાં આ વિશેષ કારોબારી બોલાવવામાં આવી હતી જેમાં વિવિધ મામલે ચર્ચા થઈ હતી. કિશાન સંઘની 21 લોકોની પ્રદેશ કારોબારીમાં આ મામલે ચર્ચા કરવામાં આવી હતી ત્યારે આજે આ મામલે વિરોધની ચિમકી પણ આપવામાં આવી છે.
આ મુદ્દાઓ અગાઉ સરકાર સમક્ષ મૂકાયા હતા –
વીજ સમસ્યા, ચેકડેમ અને જમીન રી સર્વેને લઈને આ ઠેર ઠેર જગ્યાએ વિરોધ પ્રદર્શન થયા હતા. ખાસ કરીને વીજળીનો જે પ્રશ્ન છે તેમાં નહેર અને બોર એમ બે રીતે સિંચાઇ કરવામાં આવી રહી છે. વીજળી જે અપાય છે એ હોર્શ પાવર અને મીટર આધારિત વીજળી મળે છે આ ઉપરાંક આ બંનેમાં મોટો અંતર બિલને લઈને આવે છે. જેથી હોર્સ પાવર અને મીટર પરના ખેતરામાં એક જ ભાવ હોવા જોઈએ. જેથી સિંચાઇ દર સમાન કરવા રજૂઆત કરી હતી. સરકારે આ મામલે કોઈ બાંધછોડ નથી કરી.