અમદાવાદ , સુરત, વડોદરા, અને રાજકોટ જિલ્લાની 224 શાળાઓમાંથી 12-16 વર્ષની વય જૂથના 3,000 બાળકોએ રમતોમાં ભાગ લીધો. કબડ્ડી અને ખો- ખો રમત હાલના લીગ માળખા અનુસાર અને માટી થી મેટમાં બદલાતા નવા ફોર્મેટમાં યોજાઇ હતી.
અદાણી જુથના સ્પોર્ટ્સ એકમ એવી અદાણી સ્પોર્ટ્સલાઇન દ્વારા 28 ઓોગષ્ટ ના રોજ પ્રથમ લિટલ જાયન્ટ્સ ઇન્ટરસ્કૂલ ચેમ્પિયનશિપનું આયોજન કર્યું હતું, જેનું સંચાલન મિર્ચી કરવામાં આવ્યું હતું. આ લિટલ જાયન્ટ્સ ઇન્ટરસ્કૂલ ચેમ્પિયનશિપમાં કબડ્ડી રમતમાં અમદાવાદની જ્યોતિ સ્કૂલ અને ખો-ખો રમતમાં વડોદરાની ઝેનિથ ઇંગ્લિશ સ્કૂલ વિજેતા થઇ હતી.
અદાણી સ્પોર્ટ્સલાઇનના હેડ સત્યમ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, “ભારતની પ્રીમિયર લીગ પ્રો-કબડ્ડી લીગ અને અલ્ટીમેટ ખો ખો લીગની જેમ ઇન્ટરસ્કુલ કોમ્પીટીશન યોજાઇ હતી, અદાણી સ્પોર્ટ્સલાઇનનો ઉદ્દેશ્ય છેક નીચલા સ્તરે રમતગમતની સંસ્કૃતિ કેળવવાનો છે. લિટલ જાયન્ટ્સ ચેમ્પિયનશિપ એ તે યુવા વયે યુવા મન ને તૈયાર કરવાની શરૂઆત છે. રાજ્યમાં રમતગમતનું વાતાવરણ મજબૂત કરવા માટે આગામી સમયમાં વધુ રમતો પણ ઉમેરવામાં આવશે.”
ચેમ્પીયનશીપ ટ્રોફી માટે વિવિધ જિલ્લામાંથી ક્વોલીફાઇ થયેલી સ્કુલની ટીમ બે દિવસની ફાઇનલમાં હાજર રહી ભાગ લીધો હતો. બે દિવસ રમાયેલી ફાઇનલ ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કુલ અમદાવાદ ખાતે યોજાઇ હતી. વિજેતાઓને ચેમ્પિયનશિપ ટ્રોફી ગુજરાત જાયન્ટ્સ કબડ્ડી ટીમના હેડ રામ મેહર સિંહ, SAI ગાંધીનગર કબડ્ડી મુખ્ય કોચ જયવીર શર્મા, અને પુરુષોની ભારતીય ફૂટબોલ ટીમના ભૂતપૂર્વ કોચ રોહિત પરાશર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા
જ્યોતિ સ્કૂલ, અમદાવાદનાકોચ નિખિલેશ પુરબિયા જણાવ્યું હતું કે “મેટ પર પોઝીટીવ એટીટ્યુ઼ડ દર્શાવવા બદલ અમને અમારા ખેલાડીઓ પર ખરેખર ગર્વ છે. અમે અદાણી સ્પોર્ટ્સલાઇનના મેનેજમેન્ટ અને ગુજરાત જાયન્ટસની સમગ્ર ટીમનો આભાર માનીએ છીએ કે આ શાનદાર કબડ્ડી ચેમ્પિયનશિપનું આયોજન કરવા સાથે અમારી શાળાના બાળકો રમત માટે નવેસરથી રસ દાખવી રહ્યા છે, જે નેશનલ પ્રોફેશનલ લીગના આયોજન વધવાને પગલે વધુ તીવ્ર બનશે.”
વડોદરાના ઝેનિથ સ્કૂલના કોચ સાજિદ મન્સુરીએ જણાવ્યું હતું કે “લિટલ જાયન્ટ્સ ઇન્ટરસ્કૂલ ખો ખોમાં ઝેનિથ ઇંગ્લિશ સ્કૂલ, વડોદરાએ વાત્સલ્યધામ સ્કૂલ, સુરતને હરાવીને ટાઇટલ જીત્યું હતું. અદાણી સ્પોર્ટ્સલાઇન દ્વારા આયોજિત, લિટલ જાયન્ટ્સ જેવા પ્લેટફોર્મ યુવાનોને સ્વદેશી રમત પ્રત્યે પ્રોત્સાહિત કરે છે”
અદાણી સ્પોર્ટ્સલાઈને કબડ્ડી ચેમ્પિયનશીપમાં ભાગ લેનાર સુરતની વાત્સલય ધામ શાળા કે જે શાળા-અને અનાથાશ્રમ છે તેને મદદ કરવાની જાહેરત કરી છે. તે શાળાની રમત પ્રત્યેના તેમના જુસ્સા અને ઉત્સાહને ધ્યાનમાં રાખીને, અદાણી સ્પોર્ટ્સલાઈન પાસે તેના ડેડિકેટેડ કોચની નિમણૂક અને તાલીમ સાધનો, તકનીકી સહાય અને મેન્ટરીંગ-માર્ગદર્શન પ્રદાન કરવા સહિત રમત માટે ભંડોળ આપવાનું જાહેર કર્યું હતું.