રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ગણેશ ચતુર્થીના પર્વ પર તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.
તેમના સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું, “ગણેશ ચતુર્થીના શુભ અવસર પર, હું ભારત અને વિદેશમાં રહેતા તમામ દેશવાસીઓને મારી શુભેચ્છાઓ અને શુભકામનાઓ આપું છું.
ગણેશ ચતુર્થીના આ તહેવારને ભગવાન ગણેશની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે, જે શાણપણ, સમૃદ્ધિ અને સૌભાગ્યના પ્રતીક છે. ભગવાન ગણેશને વિઘ્નહર્તા અને મંગલમૂર્તિ માનવામાં આવે છે.
આ અવસરે આપણે સૌ પ્રાર્થના કરીએ કે ભગવાન ગણેશની કૃપાથી સમગ્ર વિશ્વમાં સૌહાર્દ અને સંવાદિતા જળવાઈ રહે અને સુખ-શાંતિનું વાતાવરણ જળવાઈ રહે.