પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 28 ઓગસ્ટ 2022ના રોજ સવારે 11 વાગ્યે પ્રસારિત થનારા કાર્યક્રમ ‘મન કી બાત’ના આગામી એપિસોડ માટે વિચારો અને ઇનપુટ્સ શેર કરવા લોકોને આમંત્રણ આપ્યું છે. MyGov, Namo એપ પર આઈડિયા શેર કરી શકાય છે અથવા 1800-11-7800 ડાયલ કરીને મેસેજ રેકોર્ડ કરી શકાય છે.
MyGov આમંત્રણને શેર કરીને, વડા પ્રધાને ટ્વિટ કર્યું;
“28 ઓગસ્ટના રોજ ‘મન કી બાત’ કાર્યક્રમ માટે વિચારો અને ઇનપુટ્સની રાહ જોઈ રહ્યા છીએ. MyGov અથવા NaMo એપ્લિકેશન પર તમારા વિચારો લખો. વૈકલ્પિક રીતે, 1800-11-7800 ડાયલ કરીને સંદેશ રેકોર્ડ કરો.