પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અવિનાશ સાબલેને બર્મિંગહામ 2022 કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષોની 3000 મીટર સ્ટીપલચેસ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અવિનાશ સાબલે સાથેની તેમની તાજેતરની વાતચીત પણ શેર કરી હતી જેમાં તેમણે અવિનાશ સાબલેના આર્મી સાથેના જોડાણ અંગે ચર્ચા કરી હતી.
વડા પ્રધાને ટ્વિટ કર્યું:
અવિનાશ સાબલે એક ઉત્તમ યુવા ખેલાડી છે. હું અત્યંત ખુશ છું કે તેણે પુરુષોની 3000 મીટર સ્ટીપલચેઝ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે. હું મારી તાજેતરની વાતચીત શેર કરી રહ્યો છું જેમાં તે આર્મી સાથેના તેના જોડાણ વિશે અને તેણે આખરે કેવી રીતે અસંખ્ય અવરોધોને પાર કર્યા તે વિશે વાત કરી. તેમની જીવનયાત્રા ખૂબ જ પ્રેરણાદાયી છે.