યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય મંત્રી, શ્રી અનુરાગ ઠાકુરે 2જી ઓગસ્ટ 2022ના રોજ 2જી બ્રિક્સ યુવા શિબિરના ઉદ્ઘાટન સમારોહમાં યુવા સહભાગીઓ અને બ્રિક્સ દેશોના સત્તાવાર પ્રતિનિધિઓને વીડિયો દ્વારા સંબોધિત કર્યા હતા.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વવાળી ભારત સરકારની પ્રાથમિકતા વિશ્વભરના યુવાનો વચ્ચે કાયમી જોડાણ સુનિશ્ચિત કરવાની છે. તેમણે વડા પ્રધાન દ્વારા શરૂ કરાયેલ ‘પર્યાવરણ માટેની જીવનશૈલી’ ઝુંબેશ પર પ્રકાશ પાડ્યો હતો અને યુવાનોને એક થઈને ‘પર્યાવરણ માટે જીવન’ અભિયાન તરીકે આગળ વધારવા વિનંતી કરી હતી કે જે પર્યાવરણ પ્રત્યે સભાન જીવનશૈલી તરફ જન ચળવળ કરી શકાય છે. તેમણે કોઠાસૂઝપૂર્ણ અથવા સર્જનાત્મક એકીકરણ દ્વારા આંતર-પેઢી અને સ્વદેશી જ્ઞાનના મૂળને ટકાવી રાખવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો.
કેન્દ્રીય મંત્રીએ તેમને બીજા બ્રિક્સ આંતરરાષ્ટ્રીય યુવા શિબિર માટે ખૂબ જ ફળદાયી શુભેચ્છા પાઠવી હતી.