મંકીપોક્સથી બચો આ ઘરેલું ઉપાયોથી, જાણો આ માટે શું કરશો

 

મંકીપોક્સની સંખ્યા ધીરે-ધીરે વધવા લાગી છે. દિલ્હીમાં મંકીપોક્સનો પહેલો કેસ નોંધાયો હતો. મંકીપોક્સના લક્ષણો તમને પણ દેખાય તો તમે તરત જ ડોક્ટરને બતાવો અને દવા લો. મંકીપોક્સમાં દર્દીને તાવ આવે છે. આમ, જો તમને પણ મંકીપોક્સના લક્ષણો શરીરમાં દેખાય છે તો તમે આ ઘરેલું ઉપાયો અનુસરો. આ ઘરેલું ઉપાયોથી તમને રાહત થશે. તો જાણો આ ઉપાયો વિશે…

 

 

મંકીપોક્સથી બચો આ ઘરેલું ઉપાયોથી, જાણો આ માટે શું કરશો

 

 

તુલસીના પાન અનેક બીમારીઓ સામે લડવાની તાકાત ધરાવે છે. તમને જ્યારે પણ કોઇ સ્કિન પ્રોબ્લેમ્સ થાય છે તો તમે તુલસીના પાન ધોઇને ચાવો. આમ કરવાથી સ્કિન પ્રોબ્લેમ્સ દૂર થાય છે. આ સાથે જ તમે રોજ સવારમાં તુલસીનો રસ પણ પી શકો છો. તુલસીનો રસ બનાવવા માટે 8થી 10 તુલસીના પાન લો અને એમાં એક કપ પાણી નાંખો. ત્યારબાદ આ પાણીને અડધો કપ જેટલું ઉકાળો. હવે હુંફાળો આ રસ પી લો. આમ કરવાથી મંકીપોક્સ સામે લડી શકો છો.

 

મંકીપોક્સ સામે લડવા માટે તમે તજનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે તમે એક કપમાં પાણી લો અને એમાં તજનો પાઉડર અથવા તો તજના બેથીત્રણ ટુકડા નાંખો અને પછી આ પાણી ઉકાળો. ત્યારબાદ આ પાણ પી લો.

મંકીપોક્સ સામે લડવા માટે તમે ફુદીનાનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે તમે સવારમાં ફુદીનો અને તુલસીના પાનનો રસ કાઢો અને પછી પી લો. આમ કરવાથી સ્કિનની અનેક સમસ્યાઓ સામે પણ તમને રાહત થશે.

 

તમને શરીરમાં થોડા પણ મંકીપોક્સના લક્ષણો દેખાય છે તો તમે સૌથી પહેલા ડોક્ટરને બતાવો અને પ્રાયમરી ટ્રિટમેન્ટ લો. ત્યારબાદ વિટામીન સી જેમાંથી વધારે મળે છે એ ખોરાક લો. આ માટે તમે લીંબુનો શરબત, સંતરા, પાઇનેપલ, આમળા તમે દિવસમાં બેથી ત્રણ ખાઓ. આમ કરવાથી શરીરમાં વિટામીન સી મળી રહે છે અને મંકીપોક્સ જેવી બીમારીઓ સામે રાહત થાય છે. વિટામીન સી તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે જે રોગો સામે લડવાની તાકાત ધરાવે છે.