પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીમતી દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
ટ્વીટ્સની શ્રેણીમાં, વડા પ્રધાને કહ્યું;
“ભારતે ઈતિહાસ રચ્યો છે. એવા સમયે જ્યારે 1.3 અબજ ભારતીયો સ્વતંત્રતાનો અમૃત ઉત્સવ ઉજવી રહ્યા છે, એવા સમયે ભારતના આદિવાસી સમુદાયની પુત્રી, જે પૂર્વ ભારતના દૂરના ભાગમાં જન્મેલી છે, તે આપણા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ છે!
આ સિદ્ધિ બદલ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીને અભિનંદન.”
“શ્રીમતી દ્રૌપદી મુર્મુ જીનું જીવન, તેમનો પ્રારંભિક સંઘર્ષ, તેમની સમૃદ્ધ સેવા અને તેમની અનુકરણીય સફળતા દરેક ભારતીયને પ્રેરણા આપે છે. તેઓ આપણા નાગરિકો, ખાસ કરીને ગરીબ, દલિત અને નબળા વર્ગો માટે આશાના કિરણ તરીકે ઉભરી આવ્યા છે.”
“શ્રીમતી દ્રૌપદી મુર્મુજી એક ઉત્તમ ધારાસભ્ય અને મંત્રી રહ્યા છે. ઝારખંડના રાજ્યપાલ તરીકેનો તેમનો કાર્યકાળ ઉત્તમ રહ્યો છે. મને ખાતરી છે કે તેઓ એક પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ હશે, જેઓ આગળથી નેતૃત્વ કરશે અને ભારતની વિકાસ યાત્રાને મજબૂત કરશે.”
“હું શ્રીમતી દ્રૌપદી મુર્મુ જીની ઉમેદવારીનું સમર્થન કરનારા વિવિધ પક્ષોના તમામ સાંસદો અને ધારાસભ્યોનો આભાર માનું છું. તેમની વિક્રમી જીત આપણા લોકશાહી માટે સારી બાબત છે.”