રાજ્યમાં ભારેથી અતી ભારે વરસાદની કરાઈ આગાહી, આ જીલ્લામાં અપાયું રેડએલર્ટ

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાનું તાંડવ ચાલી રહ્યું છે. જેના કારણે રાજ્યમાં અનેક સ્થળે ભારે નુકસાન થયું છે. ત્યારે આ દરમ્યાન હવામાન વીભાગ દ્વારા આગામી સમયમાં ભારેથી અતી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે કેટલાક દીવસથી દક્ષીણ ગુજરાત અને પૂર્વ ગુજરાત ખાતે થયેલ વરસાદના કારણે તમામ વીસ્તારમાં જળબંબાકારની સ્થીતી સર્જાઈ છે. ત્યારે આ દરમ્યાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અસરગ્રસ્ત વીસ્તારમાં હવાઈ નીરીક્ષણ કરવાનું આયોજન કર્યું છે.

હાલ વલસાડના કપરાડામાં છેલ્લા 24 કલાકમાં 16 ઈંચ વરસાદ પડ્યો છે. જેમાં ધરમપુરમાં 10 ઈંચ, ઉમરગામમાં 7.5 ઈંચ વરસા ખાબક્યો છે. ઉપરાંત પારડીમાં 5.6 ઈંચ વલસાડમાં 5.8 ઈંચ વરસાદ થયો તો વાપીમાં 6.4 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે અહીં પૂરની સ્થિતિ સર્જાઇ છે. તેમજ વલસાડની ઔરંગા નદીના પાણી પણ ભયજનક સપાટીએ આવતા દમણગંગા નદી કિનારાના ગામોને એલર્ટ કરી દેવાયા છે.

વલસાડના ધરમપુરમાં ભારે વરસાદના કારણે ધરમપુરના બોપી ગામે 4 લોકો તણાયા હતા. જેમાં એકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને અન્ય ત્રણ વ્યક્તિઓની શોધખોળ હાથ ધરવામાં આવી. ટ્રેક્ટર રિપેર કરાવવા ગયેલા 4 લોકો તણાયા હતા. સાથે કોતર નદીમાં કાર પણ પાણીના વહેણમાં તણાઇ ગઇ હતી.