ભારતની ધરતી પર વિકસિત ઈ-કોમર્સ માર્કેટપ્લેસ, ફ્લિપકાર્ટ અને ભારતના અગ્રણી ઓટો સર્ચ અને ડિસ્કવરી પોર્ટલ્સ – CarDekho અને BikeDekhoની પેરેન્ટ કંપની, ગિરનારસોફ્ટે આજે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી હતી જેમાં નવીન સાધનો, પસંદગીઓ અને ઓટોમોબાઈલ માહિતી-સામગ્રી જેવી કે વિગતવાર લાક્ષણિકતાઓ, કિંમતો, સરખામણીઓ અને બીજુ ઘણું બધું ફ્લિપકાર્ટ એપ અને મોબાઈલ વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ફ્લિપકાર્ટ ઓટો કેટેગરી પર તેનું ફોકસ મજબૂત કરી રહી છે જે હાલમાં એસેસરીઝ, કેટલીક ઓટો સેવાઓ, ઓટોમોબાઈલ સ્પેર પાર્ટ્સ અને વીમા વિકલ્પોને આવરી લે છે. ગિરનારસોફ્ટ સાથેના આ સહયોગથી સમગ્ર દેશમાં તેના વપરાશકર્તાઓ શોધ, સંશોધન અને સરખામણીઓની મદદથી ઓટોને લગતા નિર્ણયો જાતે લઈ શકશે. ફ્લિપકાર્ટના ઓટોમોબાઈલ વિભાગ માટેનું ઈન્ટરફેસ સરળ નેવિગેશન, શોધ અને પ્રવાસ પૂર્ણ કરવામાં સરળતા રહે તેની કાળજી સાથે તૈયાર કરવામાં આવ્યું છે.
સહયોગ પર બોલતા, ફ્લિપકાર્ટના વાઇસ પ્રેસિડેન્ટ- મોનેટાઇઝેશન, સંકલ્પ મેહરોત્રાએ જણાવ્યું હતું કે, ”ગિરનારસોફ્ટ સાથેનું અમારું જોડાણ અમારા ગ્રાહક-કેન્દ્રિત અભિગમ સાથે જોડાયેલું છે, જે ટેક્નોલોજી-પ્રથમ પગલાં દ્વારા તેમના માટે શ્રેષ્ઠ પસંદગીઓ લાવનારું છે. ફ્લિપકાર્ટ પરના 400 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ સાથે અમે તેમની સફરની ઊંડી સમજણ મેળવવામાં સક્ષમ છીએ. ગિરનારસોફ્ટ સાથેનું અમારું જોડાણ અમારા ગ્રાહકોને ઓટો કેટેગરીમાં વધુ વિકલ્પો અને પસંદગી પ્રદાન કરશે, કારણ કે તેઓ તેમની કાર અને 2-વ્હીલરની માહિતી મેળવી શકશે. વપરાશકર્તાઓ તેમની પસંદગીના વાહન વિશે વધુ જાણી અને શોધી શકશે. આ હસ્તધૂનન એ ગ્રાહકો માટે ઍક્સેસને લોકશાહી બનાવવાનું બીજું પગલું છે.”
ગિરનારસોફ્ટના સીઈઓ- ન્યૂ ઓટો બિઝનેસ, મયંક જૈને જણાવ્યું હતું કે, “ફ્લિપકાર્ટ સાથેની આ ભાગીદારી અમને દેશમાં નવા અને મોટા દર્શકોને અમારી માલિકીની ઓટો સર્ચ અને શોધ સેવાઓ પ્રદાન કરવાની મંજૂરી આપે છે. ફ્લિપકાર્ટની પહોંચ અને ઓટો-ટેક સોલ્યુશન્સમાં અમારી તાકાત સાથે મળીને આ વપરાશકર્તાઓ માટે સરળતાથી વાહન શોધ, સંશોધન અને ખરીદીનો અનુભવ શક્ય બનાવશે. આ ભાગીદારી અમને ભારતમાં વ્યક્તિગત મોબિલિટી સ્પેશમાં ખલેલ ઊભી કરવાના કારદેખોના વિઝનની નજીક લઈ જાય છે.”
ઈ-કોમર્સના વધતા જતા સ્વીકાર સાથે, આ જોડાણ તમામ કદના ઓઈએમ અને ડીલરશીપને સમગ્ર ભારતમાં લાખો ગ્રાહકોની વધી રહેલી જરૂરિયાતોનો ઉકેલ લાવીને તેમના વ્યવસાયની વૃદ્ધિ કરવાની સરળતા કરી આપવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.