એક્શનથી ભરપુર થ્રિલર બિગ બજેટ મલ્ટિસ્ટારર અપકમિંગ ગુજરાતી ફિલ્મ “રાડો”ની પ્રમોશન એક્ટિવિટી પુરજોશમાં, કલાકારોએ ‘બાઇક સ્ટાઇલિંગ શો’ ખાતે આશ્ચર્યજનક સ્ટંટ નિહાળ્યા

એક્શનથી ભરપુર થ્રિલર એપકમિંગ ગુજરાતી ફિલ્મ “રાડો” હાલ ચર્ચામાં છે. 22 જુલાઇના રોજ ગુજરાત સહિત દેશભરમાં રીલિઝ થઇ રહેલી ફિલ્મ “રાડો” એક્શન પેક્ડ થ્રિલર છે. હાલમાં ફિલ્મનું પ્રમોશન પુરજોશમાં ચાલી રહ્યું છે. ફિલ્મ “રાડો”ના મેકર્સ ફિલ્મ વ્યૂહાત્મક પ્રમોશન એક્ટિવીટીના માધ્યમથી ફિલ્મને પ્રમોટ કરી રહ્યાં છે. ત્યારે ફિલ્મ પ્રમોશનના ભાગરૂપે 10 જુલાઇના રોજ યોજાયેલા અમદાવાદના ‘બિગેસ્ટ બાઇક સ્ટાઇલિંગ શો’ ખાતે ફિલ્મના કલાકારો અને પ્રોડ્યુસર્સ ઉપસ્થિત રહ્યાં હતા. શુકુલ સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત અને અનંતા બિઝનેસકોર્પ અને પટેલ એન્ટરટેઇનમેન્ટની સહયોગિતા સાથે બિગ બોક્સ સીરિઝ પ્રોડક્શન હેઠળ નિર્મિત ગુજરાતી ફિલ્મ “રાડો” એક્શનથી ભરપુર થ્રિલર છે. રાડો ફિલ્મના રાઇટર અને ડિરેક્ટર ક્રિષ્ણદેવ યાજ્ઞિક છે. ફિલ્મનું સંગીત રાહુલ મુંજારિયાએ આપ્યું છે.

અમદાવાદના ઓફ સિંધુભવન રોડ પર આવેલા કાન્તમ્ પાર્ટી પ્લોટ ખાતે અમદાવાદનોબિગેસ્ટ ‘બાઇક સ્ટાઇલિંગ શો’ યોજાયો હતો, જેમાં ફિલ્મના કલાકારો યશ સોની, હિતુ કનોડિયા, હિતેન કુમાર, ભરત ચાવડા, નિલમ પંચાલ, દેવર્શી શાહ, ચેતન દૈયા અને તર્જની ભાડલા સહિત ફિલ્મના પ્રોડ્યુસર્સ મુન્ના શુકુલ અને જયેશ પટેલ અને કો-પ્રોડ્યુસર્સ નિલય ચોટાઇ, મિત ચોટાઇ અને મેહુલ પંચાલ ઉપસ્થિત રહ્યાં હતા.

‘બાઇક સ્ટાઇલિંગ શો’ પહેલા સવારે 7.30 કલાકે હાર્લી ડેવિડસન, જીએનએફસી ઇન્ફો ટાવર ખાતેથી બાઇક રાઇડ આયોજિત કરવામાં આવી હતી. આ બાઇક રાઇડને કોમલ નાહતા અને “રાડો”ફિલ્મના કલાકારોએ ફ્લેગ ઑફ કરાવ્યું હતુ. ત્યારબાદ, બાઇક રાઇડ વૈષ્ણોદેવી સર્કલથી ગાંધીનગર સર્કલ- એરોપ્લેન સર્કલથી ગાંધીનગર સર્કલ થઇને વૈષ્ણોદેવી સર્કલ પરત ફરી અંતિમ મંઝિલ કાન્તમ્ પાર્ટી પ્લોટ ખાતે પહોંચી હતી, જ્યાં હાર્લી બાઇક રાઇડર્સનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ યોજાયેલા સ્ટંટ શો દરમિયાન ફિલ્મ “રાડો”ની ટીમ ‘હાર્લી’ની ટીમ દ્વારા રજૂ કરવામાં આવેલા આશ્ચર્યજનક સ્ટંટની સાક્ષી બની હતી.

લોકશાહીની વ્યાખ્યા ‘લોકો દ્વારા, લોકો માટે અને લોકો થકી’ના અનોખા કંટેટ સાથેની કહાણી ધરાવતી એક્શનથી ભરપુર થ્રિલર અપકમિંગ મલ્ટિસ્ટાર ગુજરાતી ફિલ્મ “રાડો”થિયેટરમાં રજૂ થવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે, જેને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી મોંઘી ફિલ્મોમાંથી એક તરીકે માનવામાં આવી રહી છે. ફિલ્મ “રાડો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના જાણીતા અને દિગ્ગજ કલાકારો એક સાથે જોવા મળશે. ફિલ્મના ટ્રેલરને લોકો તરફથી ખૂબ જ સારો મળી રહ્યો છે, ત્યારે મેકર્સ દ્વારા દર્શકો માટે મોસ્ટ વોચ્ડ યાદીમાં સમાવિષ્ટ ફિલ્મ “રાડો”ની રીલિઝ ડેટની જાહેરાત કરી દેવામાં આવી છે, જે 22 જુલાઇના રોજ સમગ્ર ભારતમાં રીલિઝ કરવામાં આવશે.

શુકુલ સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત અને અનંતા બિઝનેસકોર્પ અને પટેલ એન્ટરટેઇનમેન્ટની સહયોગિતા સાથે બિગ બોક્સ સીરિઝ પ્રોડક્શન હેઠળ નિર્મિત ગુજરાતી ફિલ્મ “રાડો” એક્શનથી ભરપુર થ્રિલર છે. રાડો ફિલ્મના રાઇટર અને ડિરેક્ટર ક્રિષ્ણદેવ યાજ્ઞિક છે. ફિલ્મનું સંગીત રાહુલ મુંજારિયાએ આપ્યું છે.