યુવતી સામાન્ય ભૂલને કારણે મોતને ભેટી: વાડીએ કામ કરતી વેળાએ પાણીની જગ્યાએ ભુલથી જંતુનાશક દવા ગટગટાવી જતા મોત સલાયાના મોટા ભાડલામાં વાડીએ ભુલથી પાણીની જગ્યાએ જંતુનાશક દવા ગટગટાવી લેતા કાજલ મેર નામની યુવતીનું સારવારમાં રાજકોટ સીવીલે મોત થયું હતું. બનાવની વિગત અનુસાર સાયલાના મોટા ભાડલા ગામે રહેતા કાજલબેન ઘનશ્યામભાઇ મેર (ઉ.21) ગત રોજ પોતાની વાડીએ કામ કરતા હતા. ત્યારે ઓરડીમાં પાણી પીવાનો ગ્લાસમાં ભરેલ જંતુનાશક દવા પાણી સમજીને પી લેતા બે ભાન થઇ ઢળી પડી હતી.જેમને તાત્કાલીક સારવારમાં પ્રથમ સાયલા અને બાદમાં વધુ સારવારમાં રાજકોટ સીવીલે ખસેડેલ હતા. જયાં તેમનું મોત થયું હતું. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે સાયલા પોલીસને જાણ કરતા સ્ટાફ રાજકોટ સીવીલે દોડી આવી હતી. કાગળો કરી મૃતદેહને પીએમમાં ખસેડી પરીવારની પુછપરછ હાથ ધરી હતી. વધુમાં મૃતક કાજલબેન અપરિણીત હતા ચાર ભાઇ બહેનોમાં વચ્ચેટ હતા જેમના મોતથી પરીવારમાં કલ્પાંત છવાયો હતો. ઉલ્લેખનીય છે કે યુવતી પાણી સમજીને ભૂલથી જંતુનાશક દવા પી ગઈ હોય તેનું મોત નીપજ્યું હતું. આ બનાવને ધ્યાને લઈને લોકોએ ચેતવા જેવું છે. ઉતાવળમાં કોઈ વસ્તુ ખાઈ કે પી લેવાથી મુશ્કેલીમાં મુકાઈ શકી છીએ.