મધદરિયે પોરબંદર કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યૂ : રર ક્રૂ મેમ્બરોનું રેસ્ક્યૂ કરી જીવ બચાવ્યા

 

દરિયામાં ભારે વરસાદ અને પવનના કારણે પોરબંદરથી યુએઇ જતું જહાજ મધદરિયે ડૂબી રહ્યું હતું. જેમાં રર જેટલા ક્રૂ મેમ્બર સવાર હતા. કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરની મદદથી આ તમામ ક્રૂ મેમ્બરનું રેસ્ક્યૂ કરી બચાવી લેવામાં આવ્યા છે. એક તરફ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે જેના પગલે તંત્ર પણ એલર્ટ બન્યું છે. પોરબંદરથી યુએઇ તરફ જઇ રહેલું જહાજ જે ભારે પવન અને વરસાદના કારણે ડૂબી રહ્યું હતું. આ ઘટનાની જાણ કોસ્ટગાર્ડને થતા પોરબંદર કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું હતું. કોસ્ટગાર્ડ દ્વારા ૨ અકઇં ધ્રુવ હેલિકોપ્ટરની મદદથી કોસ્ટગાર્ડે તાત્કાલીક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. મળતી માહિતી મુજબ પોરબંદરથી પશ્ચિમમાં ૯૩ નોટીકલ માઇલ દૂર દરિયામાં એક જહાજ ડૂબી રહ્યું હતું. જેમાં રર ક્રૂ મેમ્બર સવાર હતા. જહાજમાં ૬ હજાર ટન ઓઇલ ભરેલું હતું. ભારતીય કોસ્ટગાર્ડને બુધવારે ગુજરાતના પોરબંદર કિનારે અરબી સમુદ્રમાં અનિયત્રિત પુરને કારણે એમટી ગ્લોબલ કીંગ તરફથી ડિસ્ટે્રસ એલર્ટ પ્રાપ્ત થયા બાદ પનુ:પ્રાપ્તિ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વેપારી જહાજો સહિત અન્ય એજન્સીઓએ પણ બચાવ કામગીરી શરૂ કરી હતી. ઇન્ડિયન કોસ્ટગાર્ડે બચાવ કામગીરી માટે નવા આવેલ ધ્રુવ હેલિકોપ્ટરને તૈનાત કર્યા હતા. મધદરિયે કોસ્ટગાર્ડે રર ક્રૂ મેમ્બરનો જીવ બચાવી પોરબંદર લાવવામાં આવી રહ્યાં છે તેવી માહિતી મળી રહી છે