જસપ્રીત બુમરાહ એજબેસ્ટન ખાતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની 5મી ટેસ્ટમાં સારુ પ્રદર્શન કરી રહ્યો છે. બેટિંગ હોય, બોલિંગ હોય કે ફિલ્ડિંગ, આ ખેલાડી કેપ્ટન તરીકે પોતાની ડેબ્યૂ મેચમાં જ ધૂમ મચાવી રહ્યો છે. બુમરાહે સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવીને કપિલ દેવનો 41 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હવે તે ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ 30 મેચમાં સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય બોલર બની ગયો છે.
ભારતીય ઝડપી બોલર તરીકે પ્રથમ 30 ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ અગાઉ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવના નામે હતો. આ દરમિયાન તેણે 124 શિકાર કર્યા હતા, પરંતુ ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી મેચમાં જસપ્રીત બુમરાહે ત્રણ વિકેટ લઈને કપિલ દેવનો આ રેકોર્ડ તોડી નાખ્યો છે. બુમરાહે હવે પ્રથમ 30 ટેસ્ટ મેચમાં 126 વિકેટ લીધી છે. કપિલ દેવે 1981માં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ પોતાની 30મી ટેસ્ટ મેચ રમી હતી. તેણે તે મેચમાં કુલ 7 વિકેટ ઝડપી હતી.
ઝડપી બોલર તરીકે પ્રથમ 30 મેચોમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
જસપ્રિત બુમરાહ – 126*
કપિલ દેવ – 124
મોહમ્મદ શમી – 110
જવાગલ શ્રીનાથ – 101
ઈરફાન પઠાણ – 100
જાન્યુઆરી 2018માં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ ડેબ્યૂ કરનાર જસપ્રિત બુમરાહે ખૂબ જ ઓછા સમયમાં ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં પોતાનું નામ બનાવ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે આ 30 મેચોમાંથી બુમરાહે ઘરેલું મેદાન પર માત્ર 4 ટેસ્ટ રમી છે. આ ટૂંકા ટેસ્ટ કરિયરમાં બુમરાહે 8 વખત 5 વિકેટ લીધી છે