જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં અડધાથી માંડી પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યા નો રિપોર્ટ કલેકટર ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલરૂમ તરફથી આપવામાં આવ્યો છે છેલ્લા 24 કલાકના ગાળા દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને જામજોધપુર અને લાલપુર પંથકમાં સચરાચર વરસાદ પડી જતા ખેડૂતો વર્ગમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જામનગર તાલુકાના પીએસસી સેન્ટરો પર ઝાપટાથી માંડીને એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે જેમાં વસઈ ખાતે 7 મીમી, લાખાબાવળ ખાતે 20 મીમી મોટી બાણુગર ખાતે 10 મીમી ફલ્લા ખાતે 7 મીમી, ધૂતરપુર ખાતે 12 મેમી અને દરેડ ખાતે 15મી વરસાદ નોંધાયો છે. જ્યારે જોડીયા તાલુકાના અડિયાણા ખાતે બે મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કાલાવડ તાલુકાના નવાગામ ખાતે 14 મીમી તથા મોટા પાંચ દેવડા ખાતે 13 મીમી વરસાદ પડ્યો છે. જ્યારે જામજોધપુર તાલુકાના સમાણા ખાતે 6 મીમી શેઠ વડાળા ખાતે 5 મીમી, જામવાડી ખાતે 64મીમી, વાસજાળીયા ખાતે 53 મીમી, ઘૂનડા ખાતે 10 મીમી, ધ્રાફા ખાતે 18મીમી અને પરડવા ખાતે 68મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે લાલપુર તાલુકાના પીપરટોડા ગામે 24 મીમી, પડાણા ગામે 15 મીમી, ભડગોર ગામે ૫૮ મીમી, મોટા ખડબા ગામે 38 મીમી, મોડપર ગામે 55 મીમી અને ડબાસંગ ગામે 30 મીમી વરસાદ નોંધાયો છે