નાલંદા – પબ્લિક રિલેશન્સ સોસાયટી ઑફ ઇન્ડિયા સ્ટુડન્ટ્‌સ ફોરમ લૉન્ચ

અમદાવાદ મેનેજમેન્ટ અસોશિએશન ખાતે તા. ૨૫મી જૂનના રોજ નેશનલ કાઉન્સિલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અતિથિ વિશેષ તરીકે શ્રી પ્રદીપ પરમાર (મિનિસ્ટર ઓફ સોશ્યલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત), શ્રી અનુરાગ બત્રા (ચેરમેન – બિઝનેસ વર્લ્ડ), શ્રી સુરેશ એન નાયર (ડે. જનરલ મેનેજર, કોર્પોરેશન કમ્યુનિકેશન્સ, માર્કેટિંગ ડિવિઝન, વેસ્ટન રિઝન – આઇઓસીએલ) ઉપસ્થિત રહેશે. આ સાથે ‘નાલંદા’ – પબ્લિક રિલેશન્સ સોસાયટી ઑફ ઇન્ડિયા સ્ટુડન્ટ્‌સ ફોરમ પણ લૉન્ચ કરવામાં આવશે.

અમદાવાદ મેનેજમેન્ટ અસોશિએશન ખાતે સ્ટુડન્ટ્‌સ ફોરમના લૉન્ચની સાથે ખાસ ઓલ ઇન્ડિયા સેમિનારનું આયોજન પણ કરવાામં આવ્યું છે જેનો વિષય રહેશે – બિલ્ડીંગ ટ્રસ્ટ – શેપિંગ અપ ધ ફ્યુચર ઓફ ઇન્ડિયન પબ્લિક રિલેશન્સ એન્ડ કમ્યુનિકેશન્સ.