સીરિયામાં આર્મીની બસ પર આતંકિઓએ કર્યો બોમ્બ બ્લાસ્ટ, 11 જવાનો સહિત 13 લોકોના થયા મોત

સિરિયામાં સોમવારે એટલે કે આજે એક આતંકી હુમલો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. છે. આ આતંકિઓએ સેનાના જવાનો સાથે ભરેલી એક બસને નિશાન બનાવી છે. સમાચાર એજન્સી તરફથી મળતી માહિતી અનુસાર, આ બોમ્બ બ્લાસ્ટમાં 13 લોકો માર્યા ગયા છે. મૃતકોમાં વધુ પડતા સેનાના જવાનો છે. આ ઉપરાંત આ બોમ્બ બ્લાસ્ટમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે.

 

જણાવવામાં આવી રહ્યું છે કે, આ હુમલો આઈએસ આંતકિઓએ કર્યો છે. જો કે, કોઈ સંગઠને તેની જવાબદારી લીધી નથી. બોમ્બ ધમકાની તપાસ કરવામાં આવી રહી છે. મંત્રાલયે દ્વારા જાહેર કરવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું કે, મૃતકોમાં 11 જવાન અને બે નાગરિક છે.

સીરિયાની ન્યૂઝ એજન્સીએ જણાવ્યા અનુસાર, આ હુમલો રક્કાના જબલ-અલ-બિશરીમાં થયો હતો. સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સે જણાવ્યું હતું કે આઈએસના સ્લીપર સેલે હુમલો કર્યો હતો. તેઓ દેશના રણ વિસ્તારોમાં હિટ એન્ડ રન હુમલા કરે છે. આ હુમલાથી અફડાતફરીનો માહોલ સર્જાયો હતો. તેમજ આ હુમલાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. આ બોમ્બ બ્લાસ્ટમાં 13 લોકોના મોત થયા છે. જેમાં મોટા પ્રમાણમાં સેનાના જવાનો હોવાનું સામે આવ્યું છે.