દરેક લોકોને રવિવારના દિવસે એવી રસોઇ બનાવવી હોય છે જે ઝડપથી થઇ જાય અને ખાવાની પણ મજા આવે. કારણકે અનેક લોકોને એવું હોય છે કે રવિવારના દિવસે રસોડામાંથી વહેલા ફ્રી થઇ જઇએ. તો આજે અમે તમને એક એવી રેસિપી જણાવીશું જે તમે ખૂબ જ ઝડપથી બનાવી શકશો અને રસોડામાંથી પણ જલદી-જલદી ફ્રી થઇ જશો. તો આજે તમે પણ ઘરે બનાવો બ્રેડ પૌંઆ…
સામગ્રી
5 બ્રેડની સ્લાઇસ
રાઇ
ઝીણાં સમારેલા લીલાં મરચાં
હળદર
ઝીણાં સમારેલા ટામેટા
ઝીણી સમારેલી ડુંગળી
મીઠા લીમડાના પાન
કોથમીર
પૌંઆ
લીંબુ
સ્વાદાનુંસાર મીઠું
બનાવવાની રીત
બ્રેડ પૌંઆ બનાવવા માટે સૌ પ્રથમ મીડિયમ ગેસે એક પેનમાં તેલ ગરમ કરવા માટે મુકો.
તેલ ગરમ થઇ જાય એટલે એમાં રાઇ નાંખો.
રાઇ તતડે એટલે એમાં મીઠા લીમડાના પાન, લીલા મરચા અને બ્રેડ સ્લાઇસના ટુકડા અને થોડા પૌંઆ એડ કરો.
ત્યારબાદ એક પ્લેટમાં બ્રેડનો ભુકો કરી લો.
હવે આમાં ઉપરથી ડુંગળી, ટામેટા, કોથમીર અને ભુજિયા મિક્સ કરી લો.
આ બધી પ્રોસેસ થઇ જાય એટલે લીંબુનો રસ, ફ્રાઇડ લીલું મરચુ અને ટોમેટો કેચઅપ નાંખીને સર્વ કરો.
જો તમે ઇચ્છો તો ઉપરથી મગફળી અને નમકીન પણ નાંખી શકો છો.
તો તૈયાર છે બ્રેડ પૌંઆ.
આ બ્રેડ પૌંઆની રેસિપી તમે ખૂબ જ ઝડપથી ઘરે તૈયાર કરી શકો છો. આ બ્રેડ પૌંઆ ખાવાની પણ બહુ જ મજા આવે છે.