ભારત સરકારે નવેમ્બર 2016માં કાળાં નાણાંને રોકવા માટે નોટબંધી કરી હતી. ત્યારે ખબર આવી કે આ પગલું કાળા નાણાને રોકવામાં કારગર સાબિત થશે. જો કે આંકડા પર નજર કરીએ તો આ મામલે નોટબંધી બેઅસર સાબિત થતી દેખાય છે. કાળા નાણાં માટે સ્વર્ગ સમાન ગણાતી સ્વિસ બેન્કોમાં ભારતીય થાપણો ગયા વર્ષે ઝડપથી વધીને 14 વર્ષની વિક્રમી સપાટીએ પહોંચી ગઈ છે. સ્વિત્ઝરલેન્ડની સેન્ટ્રલ બેન્કના વાર્ષિક રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે.
સ્વિટ્ઝરલેન્ડની સેન્ટ્રલ બેંકે ગુરુવારે એક વાર્ષિક અહેવાલ બહાર પાડ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે 2021 માં, સ્વિસ બેંકોમાં ભારતીય નાગરિકો અને કંપનીઓની થાપણો વધીને 3.38 અબજ સ્વિસ ફ્રાન્ક થી વધુ થઈ ગઈ છે. જે એક વર્ષ પહેલા 2020ના અંત સુધીમાં માત્ર 2.55 અબજ સ્વિસ ફ્રાન્ક એટેલે કે, લગભગ 20,700 કરોડ રૂપિયા હતું. એટલે કે, ગત વર્ષે સ્વિસ બેંકોમાં ભારતીયોના પૈસામાં લગભગ 50 ટકાનો વધારો થયો છે.
આ રીતે, ભારતીય લોકો બેન્કમાં રૂપિયા જમા કરે છે
આંકડા મુજબ સ્વિસ બેંકોમાં ભારતીયોના સેવિંગ એકાઉન્ટ અને ડિપોઝિટ એકાઉન્ટમાં જમા રકમ લગભગ 4800 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ સાત વર્ષમાં સૌથી ઉંચી સપાટી છે. બે વર્ષના ઘટાડા બાદ 2021માં તેજી જોવા મળી છે.ભારતીય લોકો અને કંપનીઓ સ્વિસ બેંકોમાં ઘણા માધ્યમથી પૈસા જમા કરે છે. આમાં મુખ્ય છે ગ્રાહકોની જમા રકમ, બેંકો, ટ્રસ્ટ, સિક્યોરિટી છે.
2006 પછી માત્ર પાંચ વર્ષમાં જ વધી થાપણો
સ્વિત્ઝરલેન્ડની સેન્ટ્રલ બેંકે જણાવ્યું હતું કે, ભારતીયો સ્વિસ બેંકોમાં બોન્ડ, સિક્યોરિટી અને અન્ય નાણકીય ઉકેલો દ્વારા સૌથી વધુ નાણાં જમા કરાવે છે. આ પદ્ધતિઓને કારણે સ્વિસ બેન્કોમાં ભારતીયોની થાપણો વધીને 2,002 મિલિયન સ્વિસફ્રાન્ક થઈ છે, જે 2020ના અંત સુધીમાં 1,665 મિલિયન સ્વિસ ફ્રાન્ક હતી. અગાઉ 2006માં સ્વિસ બેન્કોમાં ભારતીય નાણાંતેની ટોચ પર હતા અને ત્યાર બાદ આ આંકડો આશરે 6.5 અબજ સ્વિસ ફ્રાન્કનો હતો. બેંક અનુસાર, 2011, 2013, 2017,2020 અને 2021 એકમાત્ર એવા રહ્યા છે જ્યારે સ્વિસ બેંકોમાં ભારતીયોની થાપણો વધી છે.