રાજ્યમાં હાલ વિવિધ જીલ્લામાં વરસાદે ધમાકેદાર અન્ટ્રી કરી દીધી છે. જેમાં જામનગર સહિત સૌરાષ્ટ્રમાં મેઘ મહેર જોવા મળી રહી છે. રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જામનગર, પાટણ, બનાસકાંઠા, ડીસામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
કાલાવડમાં પણ ગત રોજ બે કલાકમાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. જેના કારણે સમગ્ર જાહેર માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. આ સાથે જ ગ્રામ્ય વિસ્તારો સરવાણીયા, મકરાણી, સણોસરા, જાલણસર સહિતના ગામોમાં ભારે વરસાદના પગલે ફલકુ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું.
એક તરફ જ્યાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. ત્યાં હાલ જામનગરમાં પ્રીમોનસુનની કામગીરી શરૂ કરવામાં આવી છે. વરસાદના આગમન બાદ પણ અનેક સ્થળે કામગીરી ચાલી રહી છે. ત્યારે જામનગર કેનાલોમાં કચરાના ઢગલા જોવા મળે છે. આ દરમ્યાન વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, માત્ર દેખાવ પુરતી કામગીરી કરીને લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. પરંતુ કામગીરી યોગ્ય રીતે ન થતા વરસાદના સમયે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.