જમવાનું બનાવતી વખતે અનેક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જમવાનું બનાવતી વખતે એક પણ મસાલો વધારે પડી જાય તો આખો ટેસ્ટ બદલાઇ જાય છે અને ખાવાનો મુડ બગડી જાય છે. જો કે ઘણી વાર જમવાનું બનાવતી વખતે મસાલા વધારે અને ઓછા પડતા હોય છે. આમ, જ્યારે તમે જમવાનું બનાવો છો અને હળદર વધારે પડી જાય છે તો આજે અમે તમારી માટે કેટલીક ટિપ્સ લઇને આવ્યા છીએ. આ ટિપ્સ તમારી રસોઇનો સ્વાદ વધારી દેશે.
તમારી રસોઇમાં જ્યારે હળદર વધારે પડી જાય ત્યારે તમે નારિયેળ દૂધનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે શાકમાં ત્રણથી ચાર ચમચી હળદર દૂધ નાંખો અને પછી 5-7 મિનિટ માટે થવા દો. આમ કરવાથી શાકનો ટેસ્ટ વધી જશે અને હળદર પણ બહુ લાગશે નહિં.
એસિડિક વસ્તુ નાંખવાથી હળદરનો સ્વાદ ઓછો થઇ જાય છે. જ્યારે તમારે કોઇ પણ વસ્તુમાં હળદર વધારે પડે તો થોડો આમચુર પાઉડર એડ કરી દો. આ સિવાય શાકમાં અને દાળમાં તમે આંબલીની પેસ્ટ બનાવીને પણ નાંખી શકો છો. એસિડિક વસ્તુ તમારાથી પડેલી વધારે હળદરનો સ્વાદ ઓછો કરી દે છે.
શાકમાં અને દાળમાં હળદર વધારે પડી જાય છે તો તમે પાણી, દહીં અને મીઠું નાંખીને એક ગ્રેવી બનાવી લો. આમ કરવાથી હળદર ઓછી લાગશે અને સાથે કડવાશ પણ ઓછી લાગશે.
હળદર વધારે પડી ગઇ હોય તો કાચા બટાકાનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે તમે કાચા બટાકાના મોટા-મોટા ટુકડા કરી લો અને શાકમાં એડ કરો. આમ કરવાથી હળદરનો ટેસ્ટ ઓછો થઇ જશે.