સેમસંગ, ભારતની સૌથી મોટી પ્રશંસનીય બ્રાન્ડે આજે સોલ્વ ફોર ટુમોરો નામના એક યુવા કેન્દ્રિત રાષ્ટ્રીય શિક્ષણ અને નવતર સ્પર્ધાના આરંભિક સત્રને લોંચ કર્યું છે. આના હેઠળ ભારતના સૌથી તેજસ્વી યુવા વર્ગને એવા નવતર આઈડિયા પ્રસ્તુત કરવા આમંત્રિત કરાયા છે જેથી લોકો અને તેમની આસપાસના સમુદાયોના જીવનમાં પરિવર્તન આવી શકે.
સોલ્વ ફોર ટુમોરો, કે જે વિશ્વભરની જેન Zને જોડતી એક સિટિઝનશીપ પહેલ છે, તેના થકી સેમસંગનો ઉદ્દેશ ભારતના વિવિધ શહેરો, નગરો અને ગામડાઓના 16-22 વર્ષની વયના યુવા વર્ગને સહાયતા પૂરી પાડીને તેમના આઈડિયાને વાસ્તવિક-દુનિયાની સમસ્યાઓને ઉકેલવા માટેના પગલાંમાં તબદિલ કરવાનો છે. પ્રથમ વર્ષમાં, સોલ્વ ફોર ટુમોરો હેઠળ ભારત માટે યુએનના સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (સાતત્યપૂર્ણ વિકાસ ધ્યેય) હેઠળ પ્રાથમિકતા ધરાવતા શિક્ષણ, પર્યાવરણ, આરોગ્ય અને કૃષિ ક્ષેત્રમાંના આઈડિયાને આમંત્રિત કરાય છે.
આ હેઠળ પૂરી પડાનારી સહાયતામાં ટોચની 50 ટીમોનું (3 સભ્યો સુધીની ટીમ અથવા વ્યક્તિગત સહિત) ઉદ્યોગ નિષ્ણાતો તેમજ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, દિલ્હી (IIT દિલ્હી) ખાતેના ફાઉન્ડેશન ફોર ઈનોવેશન એન્ડ ટેકનોલોજી ટ્રાન્સફર (FITT) તેમજ ઉદ્યોગના નિષ્ણાતો દ્વારા મેન્ટરિંગ કરાશે. આનાથી તેઓ પોતાના આઈડિયાને વિસ્તારી શકશે અને તે ઉપરાંત IIT દિલ્હી ખાતેના બૂટ-કેમ્પમાં તેઓને સહભાગીપણાના સર્ટિફિકેટ ઉપરાંત ડિઝાઈન થિન્કિંગ, STEM, નવતર પહેલ, લીડરશીપ સહિતના ક્ષેત્રોમાં ઓનલાઈન કોર્સ કરવા બદલ રૂ. 1,00,000ના મૂલ્યના વાઉચર્સ પણ પ્રાપ્ત થશે. ટોચની 10 ટીમને સેમસંગ ઈન્ડિયા ઓફિસ, તેના R&D સેન્ટર્સ અને બેંગ્લુરુ સ્થિત સેમસંગ ઓપેરા હાઉસ ખાતે મુલાકાત લેવાનો મોકો મળશે જ્યાં તેઓ સેમસંગના યુવા કર્મચારીઓ અને સંશોધકો સાથે વાત કરશે.
આ વાર્ષિક પ્રોગ્રામના અંતે ત્રણ રાષ્ટ્રીય વિજેતાની ભવ્ય ઘોષણા કરાશે, જેમને રૂ. 1 કરોડની મેગા સહાયતા પ્રાપ્ત કરવા ઉપરાંત તેમના આઈડિયાને નેક્સ્ટ લેવલે લઈ જવા IIT દિલ્હીના નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ છ મહિના માટેના મેન્ટરિંગની સહાય પ્રાપ્ત થશે.
સહભાગીઓ સોલ્વ ફોર ટુમોરો માટે અરજી કરી શકે છે, જે માટે પ્રોગ્રામ તેમજ નિયમો અને શરતોની વિગતસર માહિતી www.samsung.com/in/solvefortomorrow પર 09 જૂન, 2022થી 31 જુલાઈ, 2022ના રોજ સાંજે 5 વાગ્યા સુધી પ્રાપ્ત થશે.
આ પ્રસંગે સેમસંગ સાઉથવેસ્ટ એશિયાના પ્રેસિડેન્ટ અને CEO, શ્રી કેન કાંગે જણાવ્યું હતું કે, “સેમસંગ ખાતે, યુવા વર્ગની તાકાતની માવજત કરવાને જ પ્રાથમિકતા અપાય છે. આના થકી જ અમારું તેમજ અમારા ગ્લોબલ CSRનું વિઝન ‘ટુગેધર ફોર ટુમોરો! એનેબલિંગ પીપલ,’ સાકાર કરવા તરફ અમે આગળ વધી શકીએ છીએ જેના હેઠળ આગામી પેઢીને તેમની સંપૂર્ણ ક્ષમતા મુજબ હાંસલ કરવા સુસજ્જ કરીને હકારાત્મક સામાજિક પરિવર્તનોના મશાલચી બનવા તૈયાર કરીએ છીએ. સોલ્વ ફોર ટુમેરો થકી પણ અમે ‘પાવરિંગ ડિજિટલ ઈન્ડિયા’ને દેશના સૌથી મજબૂત ભાગીદાર તરીકેના વિઝનને સાકાર કરવા એક કદમ આગળ વધ્યા છીએ.”
“સોલ્વ ફોર ટુમોરો થકી, અમારો ઉદ્દેશ દેશના યુવા વર્ગના રચનાત્મક વિચારોને પ્રોત્સાહિત કરીને તેની માવજત કરવાનો તેમજ તેના થકી સમસ્યાનો ઉકેલ લાવવાનો છે. સાથે અમે તેઓને સામાજિક અસરકારકતા સાથેના નવતર ટેકનોલોજી ઉપાયો શોધવા પણ પ્રેરિત કરીએ છીએ. અમે દેશની નવતર ઈકોસિસ્ટમને સુદૃઢ બનાવવામાં અમારી ભૂમિકા ભજવવા ઉત્સુક છીએ, જેથી આ દેશના લોકો અને સરકારના વિઝનને અમે આગળ લઈ જઈ શકીએ,” એમ તેમણે કહ્યું હતું.
પ્રો. રંગન બેનર્જી, ડાયરેક્ટર, IIT દિલ્હીએ જણાવ્યું હતું કે: “સેમસંગની સોલ્વ ધ ટુમોરો પહેલ થકી, અમે પણ સમાજ માટે ભવિષ્યમાં જે પડકારો ઉદભવવાના છે તેને સંબોધિત કરવાના ઉકેલો પર અસરકર્તા નવતર ઉપાયો પર કામ કરવા ઉત્સુક છીએ. આ ભાગીદારી યુવા પરિવર્તનકારોને વિવિધ તકોને શોધીને તેમના આઈડિયાને સક્રિય કરવા તેમજ તેની માવજત કરવાનો મંચ પૂરો પાડશે.”
સોલ્વ ફોર ટુમોરો પર વિહંગાવલોકન
કોણ ભાગ લઈ શકેઃ 16-22 વર્ષની વયના, વ્યક્તિગત અથવા 3 સભ્ય સુધીની ટીમ
અરજીની થીમઃ શિક્ષણ, પર્યાવરણ, આરોગ્ય અને કૃષિ
તેમને શું મળશેઃ ઓનલાઈન તાલીમ, સેમસંગ તથા IIT દિલ્હી તરફથી મેન્ટરિંગ, IIT દિલ્હી ખાતે બૂટકેમ્પ
વિજેતાઓને શું મળશેઃ કુલ 1 કરોડ રૂપિયા 3 વિજેતા ટીમોને, જેઓ 6 મહિનાથી મેન્ટર કરી રહી છે.
તેઓ ક્યાં અરજી કરી શકે: www.samsung.com/in/solvefortomorrow
ક્યારથી: 09 જૂન, 2022થી શરૂ થશે
ક્યાં સુધી: સાંજે 5 વાગ્યા સુધી, જુલાઈ 31, 2022
એપ્લિકેશન વિન્ડો – રાઉન્ડ પહેલો
વ્યક્તિગત અથવા ત્રણ સભ્યો સુધીની ટીમ તેમની અરજીને www.samsung.com/in/solvefortomorrow પર સબમિટ કરી શકે છે, જ્યાં તેઓ કઈ સમસ્યાને ઉકેલી રહ્યા છે તેની વિગતો, સૂચિત ઉપાય અને તેની સામાજિક અસરો વિશે જણાવશે.
FITT, IIT દિલ્હીના વિષયવસ્તુ નિષ્ણાતોની એક જ્યુરી પ્રાપ્ત થનારી તમામ અરજીઓમાંથી ટોચની 50 ટીમને સિલેક્ટ કરશે, જેનો આધાર પસંદગીના માપદંડો પર રહેશે, જેમાં ટેકનોલોજીના શ્રેષ્ઠ ઉપયોગ (એપ, પ્રોડક્ટ અથવા સેવા), રચનાત્મકતા, આઈડિયાની ઓરિજિનાલિટી, વર્તમાન ટેકનોલોજી સાથે ઉકેલની અમલપાત્રતા, સમાજ અથવા પરની સંભવિત હકારાત્મક અસર અને તેના લક્ષ્યાંકિત વર્ગ સુધી પહોંચવાની તેની ક્ષમતાનું આકલન કરાશે.
આઈડિયાનો વિકાસ – રાઉન્ડ બીજો
આ રાઉન્ડમાં, ટોચની 50 ટીમોને ડિઝાઈન વિચારશીલતા વિશે ઓનલાઈન તાલીમ અપાશે, અને તેઓ IIT દિલ્હી ખાતે એક બૂટકેમ્પમાં ભાગ લઈને આ વિષયનો પૂરાવો વિકસાવશે. આ ટીમોને તેમના વિચારોની વિગતસર છણાવટ ઉપરાંત તેમના આરંભિક પ્રોટોટાઈપ પર કામ કરવા શરૂ માટે IIT દિલ્હીના અધ્યાપકો અને મેન્ટર્સ તરફથી સહાય પણ મળશે.
પસંદ કરાયેલી 50 ટીમમાંથી દરેક સહભાગીને એક સહભાગીપણાનું સર્ટિફિકેટ તેમજ રૂ. 1,00,000 સુધીના કોર્સ વાઉચર્સ મળશે જેના થકી તેઓ ડિઝાઈન થિન્કીંગ, STEM, નવતર પહેલ, આંત્રપ્રેન્યોરશીપ, બિઝનેસ સ્કીલ, મેનેજમેન્ટ અને લીડરશીપને સંલગ્ન કોઈ પણ ઓનલાઈન કોર્સમાં પ્રવેશ પ્રાપ્ત કરી શકશે.
એક વખત ટીમ દ્વારા તેમના વિચારોના વીડિયો અને પ્રોટોટાઈપ રજૂ કરાશે, પછી સેમસંગના નિષ્ણાતોની એક જ્યુરી પેનલ દ્વારા 10 ટીમની પસંદગી કરાશે જે રાઉન્ડ ત્રણમાં જશે. આ રાઉન્ડ માટેના પસંદગી માપદંડમાં અસલ સબમિશન પછી આઈડિયાના વિકાસ, સંશોધનના પ્રદર્શિત થઈ શકે તેવા ઉપયોગ અને/અથવા ટેસ્ટિંગનો સમાવેશ થશે. આના થકી લક્ષ્યાંકિત વર્ગની જરૂરિયાતોને સમજીને ડિઝાઈન થિન્કીંગ અને ગુણવત્તાશીલ પ્રેઝન્ટેશનનું નિદર્શન થઈ શકશે.
અંતિમ પ્રોટોટાઈપની રચના– રાઉન્ડ ત્રીજો
ટોચની 10 ટીમોને ઉત્પાદન માટે પ્રોટોટાઈપિંગ અને ડિઝાઈનિંગ, બિઝનેસ કોમ્યુનિકેશનની પ્રસ્તુતિ, ફન્ડિંગની તકો અને સર્ટિફિકેશન જેવા વિષયોને આવરી લેતી નેક્સ્ટ લેવલની ઓનલાઈન તાલીમ અપાશે. આ માટે સેમસંગ તથા IIT દિલ્હી ખાતેના નિષ્ણાતો તરફતી ફાઈનલ માટે તેમના વિચારોને તૈયાર કરવા માટે મેન્ટરિંગ પૂરા પડાશે.
ટીમો દ્વારા ગુરુગ્રામમાં સેમસંગ ઈન્ડિયાના વડામથક સહિત તેની વિવિધ સુવિધાઓ, નોઈડા અને બંગાલુરુ સ્થિત R&D સેન્ટર્સ તેમજ બેંગાલુરુમાં તેના આઈકોનિક ઓપેરા હાઉસ ખાતેના વિશ્વના સૌથી મોટા મોબાઈલ એક્સપિરિયન્સ સેન્ટરની પણ મુલાકાત લેવામાં આવશે જ્યાં તેઓ યુવા સેમસંગ કર્મચારીઓ અને સંશોધકો સાથે વાર્તાલાપ કરી શકશે.
આ રાઉન્ડના અંતે, ટીમો તેમના ફાઈનલ પ્રોટોટાઈપને પ્રસ્તુત કરશે અને અગ્રણીઓની જ્યુરી સમક્ષ ફાઈનલ ઈવેન્ટ ખાતે લાઈવ પ્રેઝન્ટેશન માટે તૈયારી કરશે.
ટોચની 10 ટીમોને રૂ. 1 લાખના મૂલ્યના સેમસંગ હેમ્પર્સ અપાશે, જેમાં વિવિધ રોમાંચક સેમસંગ પ્રોડક્ટ્સ સામેલ હશે.
સેમસંગ દ્વારા ત્રણ વિજેતા ટીમોને કુલ રૂ. 1 કરોડથી સુધીની ગ્રાન્ટ અપાશે, જેના થકી તેઓને તેમના આઈડિયાને તેમના ડ્રીમ સ્ટાર્ટઅપ્સમાં તબદિલ કરવાની દિશામાં એક કદમ આગળ લઈ જવાશે જે ભારતની કૃષિ, પર્યાવરણ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રની મુખ્ય ચિંતાઓને ઉકેલવામાં મદદરૂપ થઈ શકશે.
આ ઉપરાંત વિજેતા ટીમોને તેમની સંલગ્ન સ્કૂલ અને કોલેજ માટે 85-ઈંચનું સેમસંગ ફ્લિપ ઈન્ટરએક્ટિવ ડિજિટલ બોર્ડ પણ પ્રાપ્ત થશે.
આ ગ્રાન્ટ થકી, વિજેતાઓને IIT દિલ્હી ખાતે તેમના મેન્ટર્સ સાથે 6 મહિનાના સમયગાળા માટે કામ કરવાની તક તેમજ IIT દિલ્હી કેમ્પસ સ્થિત ઈન્ક્યુબેશન સેન્ટરમાં પહોંચ પણ પ્રાપ્ત થશે. આ 6 મહિના દરમિયાન તેઓ તેમના આઈડિયા પર કામ કરીને એવા મંચ સુધી લઈ જશે જ્યાં તેઓ તેમના પ્રોટોટાઈપ માટે ગ્રાહક માન્યતા માગી શકશે.
USમાં 2010માં પહેલીવાર લોંચ થયેલી, સોલ્વ ફોર ટુમોરો પહેલને હાલ વિશ્વના 33 દેશોમાં ચલાવાઈ રહી છે, અને તેમાં વિશ્વભરના 18 લાખથી વધુ યુવા લોકોએ ભાગ લીધો છે.
વૈશ્વિક સ્તરે આ સ્પર્ધાના સહભાગીઓએ ઘણા બધા નવતર ઉપાયો વિકસાવ્યા છે, જેમકે ખાદ્યકચરાનું ચામડામાં રૂપાંતરણ, પોર્ટેબલ ક્ષારમુક્તિ ઉપકરણ કે જે સોલાર પેનલથી સજ્જ હોય જેનાથી પ્રદૂષિત પાણીને ગાળી શકાય તેમજ કોફી ગ્રાઉન્ડમાં તેનો ઉપયોગ કરીને પ્રદૂષણને દૂર કરવા માટે વૈકલ્પિક ઊર્જા સ્ત્રોતને પ્રાપ્ત કરવું.
ભારતમાં આ સ્પર્ધા માટે નોંધણી કરાવવાની વધુ વિગતો જાણવા www.samsung.com/in/solvefortomorrow પર મુલાકાત લો. પ્રવેશ માટેની અરજી 31 જુલાઈ, 2022ના રોજ સાંજે 5 વાગ્યા સુધી જ કરી શકાશે.
સેમસંગનું માનવું છે કે નવતર પહેલનો હકારાત્મક રીતે ઉપયોગ કરવાથી સમુદાયોમાં પરિવર્તન લાવી શકાય છે તેમજ તેની સિટીઝનશીપ પહેલો દ્વારા લોકો માટે વધુ સારા જીવનનું સર્જન કરી શકાય છે. યુવા વર્ગને શિક્ષણ દ્વારા સુસજ્જ કરવો એ જ આપણા યુવા વર્ગને વિશ્વનો ભવિષ્યમાં હિંમતભેર સામનો કરવા માટે તૈયાર કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે.
સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ દ્વારા વિશ્વભરમાં ત્રણ સિટીઝનશીપ પ્રોગ્રામ ચલાવાય છે- સેમસંગ સ્માર્ટ સ્કૂલ, સેમસંગ ઈનોવેશન કેમ્પસ અને સોલ્વ ફોર ટુમોરો- જેના થકી તે આવતીકાલના લીડર્સને તૈયાર કરી રહ્યું છે અને અર્થપૂર્ણ પરિવર્તનને સાકાર કરવા તેમને જરૂરી ટૂલ્સથી તેમને સુસજ્જ કરાય છે.