સફળતા નો સાચો માપદંડ શું હોઈ શકે છે ??
મોટાભાગના લોકો નાં જીવનમાં સફળતા શબ્દ ખુબજ મહત્વ ધરાવતો હોય છે પરતું શું તમને ખબર છે કે સફળતા નો સાચો અર્થ ખરેખર શું છે ??
સફળતાના કોઈ ચોક્કસ માપદંડ હોતા નથી આ વાત ને એક ઉદાહરણ દ્વારા સમજીએ માની લ્યો કે કોઈ એક વ્યક્તિનો પગાર મહિને ૧,૦૦,૦૦૦ રૂપિયા છે એટલે સમાજના માપદંડ પ્રમાણે આ વ્યક્તિ ખુબજ સફળ છે પરતું તે વ્યક્તિ જો ડિપ્રેશન માં હોય તો તે પોતાની જાતને અસફળ માનતો હોઈ છે એટલે કે કોઈ વ્યક્તિ નાં માપદંડ બીજા માટે તેજ નથી હોતા એટલેકે જે માણસ પાસે નોકરી નથી અને તેને ૮૦૦૦ રૂપિયા વાળી નોકરી મળે છે તો તેના માટે સફળતા સમાજના નિયમ પ્રમાણે તો ખોટી થઈ માટે સફળતાનો સાચો માપદંડ વ્યક્તિગત અલગ અલગ હોઈ છે પરતું મોટા ભાગે સમાજના લોકો અને ઘણીવાર માતાપિતા પણ આ ભૂલ કરી બેસે છે પોતાના બાળકો સાથે તે એમજ સમજે છે કે જે ભણવામાં ૯૦% કરતા ઉપર લાવે તેજ વિદ્યાર્થી સફળ પરતું તમારા બાળકની સફળતા ને ક્યારેય તમે વ્યક્તિદીઠ નાં આક્તા પરતું વ્યક્તિગત જોજો..