પાટણમાં રોટરી કલબ દ્વારા તરણ સ્પર્ધા યોજાઈ પાટણ શહેરમાં આવેલા સરદાર પટેલ રમત ગમત સંકુલ ખાતે રવિવારના રોજ રોટરી કલબ દ્વારા તરણ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં વિવિધ વય ગ્રુપના 100 જેટલા ખેલાડીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો . જેમાં એક થી ત્રણ નંબર મેળવનાર ખેલાડીઓને સિલ્ડ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા . રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા આજરોજ સવારે ૭-૩૦ કલાકે પાટણ જીલ્લા સ્પોર્ટ્સ સંકુલ ખાતે આવેલા સ્વિમિંગ પુલમાં તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં અલગ અલગ વય જૂથ ના ભાઈઓ અને બહેનો ની અન્ડર 12 , અન્ડર 17 , ઓપન ગ્રુપ 17 થી 45 વર્ષ , 45 થી ઉપરના અને 60 વર્ષ થી વધુ ની ઉંમર ના 100 જેટલા ખેલાડીઆ આ તરણ સ્પર્ધામાં ઉત્સાહ ભેર ભાગ લીધો હતો . સ્પર્ધાના ઉદ્ઘાટન પ્રસંગે મ . ક . જીમખાના પ્રમુખ કનુભાઈ પોપટ , ઉપપ્રમુખ પ્રશાંત મોદી ઉપસ્થિત રહી સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો . સ્પર્ધા પૂર્ણ થયા બાદ ડો . પરિમલ જાની ના હસ્તે વિજેતા ખેલાડીઓને શિલ્ડ અને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા . આ પ્રસંગે ટેકનીલ અને સ્વિમિંગ કોચ હેમલભાઇ વરધાની , પ્રો . ચેરમેન રો . જયરામભાઇ પટેલ , વિનોદ ભાઈ સુથાર , પ્રો . કો . ચેરમેન , રો . મહેન્દ્ર પટેલ , રોટરી પ્રમુખ રાજેશ મોદી , મંત્રી શૈલેષ સોની , રો . રણછોડભાઈ પટેલ , સ્પર્ધા કન્વીનર સંતોષભાઇ જાદવ , સ્વિમિંગ પુલ ના ટ્રેનર અમરતજી ઠાકોર , લાઈફ ગાર્ડ મોહમ્મદ પઠાણ , વિક્રમ ભરવાડ વિગેરે રોટરી ના સભ્યો , સ્વિમિંગ ના સભ્યો , ખેલાડીઓ અને વાલી ઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા
પાટણ શહેરમાં આવેલા સરદાર પટેલ રમત ગમત સંકુલ ખાતે રવિવારના રોજ રોટરી કલબ દ્વારા તરણ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું
