સસ્તામાં ફરવા આ જગ્યાઓ છે સૌથી બેસ્ટ, નહિં લાગે જરા પણ ગરમી

 

વેકેશનમાં અનેક લોકો બહાર ફરવા જવાનો પ્લાન કરતા હોય છે. કોઇ પણ વ્યક્તિ જ્યારે ફરવા જાય ત્યારે એનું માઇન્ડ ફ્રેશ થઇ જાય છે. ખાસ કરીને અનેક લોકો સમર વેકેશનમાં ફરવા જવાનો પ્લાન કરતા હોય છે. જો કે આ ગરમીમાં એવી જગ્યાએ જવું જોઇએ જ્યાં ઠંડક હોય અને ફરવાની મજા આવે. આ માટે અનેક લોકો હિલ સ્ટેશન પસંદ કરતા હોય છે. આમ, જો તમે પણ ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ જગ્યા એકદમ મસ્ત છે જ્યાં તમને ઠંડક પણ લાગશે અને સાથે શાંતિ પણ મળશે.

 

 

રિવાલસર

 

 

આ એક એવી જગ્યા છે જ્યાં જતાની સાથે જ તમને મજ્જા પડી જાય છે. આ સાથે જ તમને શાંતિનો અહેસાસ થાય છે. આ જગ્યા હિમાચલ પ્રદેશના કેટલાક હિડન પ્લેસમાંની એક છે. આ ફરવા માટે બહુ સારી જગ્યા છે. આ સાથે જ ધાર્મિક દ્રષ્ટિએ પણ આ જગ્યાનું ખૂબ મહત્વ રહેલું છે. કહેવાય છે કે આ જગ્યા આસ્થાનું કેન્દ્ર છે.

 

 

ધર્મકોટ

 

 

આ સૌથી સુંદર હિલ સ્ટેશનોમાંનું એક છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. નેચર લવર્સ અને શાંતિ પસંદ કરનારા લોકો માટે આ જગ્યા સૌથી બેસ્ટ છે. આ જગ્યા પર તમને અનેક જાતના હોમસ્ટે મળશે.

 

 

અર્કી

 

અર્કી ભારતના હિમાચલ પ્રદેશના સોલન જીલ્લામાં આવેલું એક નગર છે. ગરમીમાં અહિંયા વાતાવરણ ખૂબ જ મસ્ત હોય છે. આમ, દિલ્હી, નોઇડાની ગરમીથી બચવા અનેક લોકો અહિં જવાનું પસંદ કરતા હોય છે.

 

 

પરવાણુ

 

 

પરવાણુ હિમાચલ પ્રદેશના સોલન જીલ્લામાં સ્થિત એક ખૂબસુરત હિલ સ્ટેશન છે. આ જગ્યા વિશે બહુ ઓછા લોકો જાણે છે. એડવેન્ચર લવર્સ માટે આ જગ્યા સૌથી બેસ્ટ છે.