મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ‘શ્રી વિશ્વકર્મા મેવાડા પ્રગતિ સમાજ’ સંલગ્ન મેવાડા ક્રિકેટ કલબ, અમદાવાદ દ્વારા “મેવાડા ક્રિકેટ કાર્નિવલ ૨૦૨૨”માં ઉપસ્થિત રહી રમતવીરોનો ઉત્સાહ વધાર્યો હતો.
અમદાવાદ નજીક ઓગણજ ખાતે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીશ્રીનું શ્રી વિશ્વકર્મા મેવાડા પ્રગતિ સમાજ અને મેવાડા ક્રિકેટ કલબના પ્રતિનિધિઓ અને આયોજકો દ્વારા સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ દીપ પ્રાગટય કરીને કાર્નિવલનો પ્રારંભ કરાવ્યા બાદ ક્રિકેટ પીચ પર બેટિંગ કરવાનો આનંદ માણવાની સાથે ટૂર્નામેન્ટને ખુલ્લી મૂકીહતી.
અત્રે ઉલ્લેખનીય છે કે “મેવાડા ક્રિકેટ કાર્નિવલ ૨૦૨૨” અંતર્ગત ૪ દિવસ સુધી ૮ ટીમો વચ્ચે ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાશે. આ ઉપરાંત, મહિલાઓ, બાળકો અને યુવાનો માટે પણ રમતગમત અને અન્ય સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે સમાજના અગ્રણીઓ રમતવીરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.